VIDEO: હાર્દિક પંડ્યાને લઈને ફેન્સ કરી રહ્યા હતા હૂટીગ, કોહલીના એક ઈશારાથી આખું વાનખેડે સ્ટેડિયમ થઈ ગયું શાંત

શુક્રવાર, 12 એપ્રિલ 2024 (07:03 IST)
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 11 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. ભલે મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ એકતરફી રીતે 7 વિકેટથી જીતી લીધી હોય, પરંતુ વિરાટ કોહલીના એક પગલાએ ચોક્કસપણે બધાના દિલ જીતી લીધા હતા. RCB સામેના ટાર્ગેટનો પીછો કરતી વખતે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે તેને ફરીથી સ્ટેડિયમમાં હાજર  ફેન્સનાં હૂટીગના શિકાર બનવું પડ્યું હતું. ત્યારબાદ વિરાટ કોહલીએ તમામ ફેંસને આવું ન કરવાનો સંકેત આપ્યો હતો. જ્યારથી હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં  આવ્યો છે ત્યારથી તે સતત દરેક મેચમાં પ્રશંસકોના ગુસ્સાનો સામનો કરી રહ્યો છે.

કોહલીએ ઈશારાથી જણાવ્યું કે હાર્દિક પણ ભારતીય ટીમનો ખેલાડી પણ છે.
આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા, જે બાદ ટાર્ગેટનો પીછો કરતા    મુંબઈ ઈન્ડિયન્સે 139ના સ્કોર પર તેની બીજી વિકેટ ગુમાવી હતી, જે બાદ ઈનિંગ 12મી ઓવરમાં હાર્દિક પંડ્યા બેટિંગ કરવા મેદાનમાં પ્રવેશ્યો કે તરત જ આખુ  વાનખેડે સ્ટેડિયમમાં તેની હૂટીગ શરૂ થઈ. આ દરમિયાન તે સમયે બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલીએ પાછળ વળીને ફેંસને ઈશારો કરીને આમ ન કરવા કહ્યું અને તેમને યાદ અપાવ્યું કે હાર્દિક પણ ભારતીય ટીમનો ખેલાડી પણ છે અને તેઓ આ પ્રકારનાં સ્વાગતના બિલકુલ હકદાર નથી.   આ મેચમાં હાર્દિક જ્યારે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે પણ સ્ટેડિયમમાં ફેંસ તરફથી આવી જ હૂટીગ  જોવા મળી હતી.


વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર