તરબુચના ઘરેલુ ઉપચાર

* જે વ્યક્તિઓને કબજીયાતની ફરિયાદ રહેતી હોય તેમના માટે તડબુચનું સેવન કરવું ખુબ જ સારૂ રહે છે કેમકે તડબુચ ખાવાથી આંતરડાઓને એક ખાસ પ્રકારની ચિકણાશ મળે છે. 

* તડબુચનું સેવન હાઈ બ્લડ પ્રેશરને વધતાં રોકે છે.

* ખાવાનું ખાધા બાદ તેની પર તડબુચ ખાવાથી ભોજન ઝડપથી પચી જાય છે. આનાથી ઉંઘ પણ સારી આવે છે અને લૂ લાગવાનો ભય પણ નથી રહેતો.

* જાડાપણું ઓછુ કરવા માટે આ એક ઉત્તમ આહાર છે.

* પોલિયોના રોગી માટે તડબુચનું સેવન ખુબ જ લાભકારી છે. કેમકે આ લોહીને વધારે છે અને તેને સાફ પણ કરે છે. ત્વચાને લગતાં રોગો માટે પણ આ ખુબ જ ફાયદાકારક છે.

* વધારે પડતી ગરમીને લીધે માથુ દુ:ખતુ હોય તો તડબુચનો અડધો ગ્લાસ જેટલો શરબત લઈને તેમાં ખાંડ ભેળવીને તેનું સેવન કરો.

વેબદુનિયા પર વાંચો