રાતે ખાવ ફક્ત 2 ઈલાયચી... પછી જુઓ તેના ફાયદા

શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (06:39 IST)
ઈલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા અને સુંગંધ લાવવા માટે કરવામાં આવે છે. આ દેખાવમાં ભલે નાની હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે.  તેને ખાવાથી પથરી, ગળાની સમસ્યા, કફ, ગેસ બવાસી ટીબી પેશાબમાં થતી બળતરાથી રાહત, ઉલટી, પિત્ત, રક્ત રોગ, હ્રદય રોગ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે.  ઈલાયચીને તમે કોઈપણ સમયે ખાઈ શકો છો. પણ રાત્રે તેનુ સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે.  આજે અમે તમને ઈલાયચી ખાવાથી થનારા ફાયદા વિશે બતાવવા જઈ રહ્યા છીએ. 
 
1. જે લોકોને ખીલ વગેરેની સમસ્યા રહે છે તો રોજ રાત્રે ઈલાયચીનું સેવન કરવુ જોઈએ. સૂતા પહેલા ગરમ પાણીની સાથે એક ઈલાયચી ખાવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે. 
2. કેટલાક લોકોને હંમેશા પેટ સંબંધિત પ્રોબ્લેમ રહે છે. પેટ ઠીક ન રહેવાને કારણે વાળ ખરવા માંડે છે.  આ બંને સમસ્યાઓથી બચવા માટે સવારે ખાલી પેટ 1 ઈલાયચી કુણા પાણી સાથે ખાવ. થોડા દિવસ સતત ખાવાથી ફરક જોવા મળશે. 
3. કેટલાક લોકો ઘણુ કામ કર્યા પછી પણ રાત્રે ઉંઘ આવતી નથી. સૂતા પહેલા લોકો દવાઓની મદદ લે છે. જેનો શરીર પર ખોટો પ્રભાવ પડે છે. નેચરલ રીતે ઉંઘ લાવવા માટે રોજ રાત્રે સૂતા પહેલા ઈલાયચીને ગરમ પાણી સાથે ખાવ તેનાથી ઉંઘ આવશે અને નસકોરાની સમસ્યા પણ દૂર થશે. 
 
4. ગેસ એસીડીટી કબજિયાત પેટમાં મરોડની સમસ્યાને ઈલાયચીથી દૂર કરી શકાય છે. આ સાથે જ ઈલાયચી હેડકીથી પણ રાહત આપે છે. 
 
5. મોઢામાંથી આવતી દુર્ગંધને ઈલાયચી ખાવાથી દૂર કરી શકાય છે. તેને ખાવાથી ગળામાં થનારી ખરાશ દૂર થાય છે અને અવાજ સુધરી જાય છે. 
 
6.  ગર્ભવતી સ્ત્રીઓને જો ચક્કર આવવાની સમસ્યા રહે છે તો ઈલાયચીના કાઢામાં ગોળ મિક્સ કરીને સવાર અને સાંજ પીવાથી ચક્કર આવવાની સમસ્યા દૂર થઈ જશે. 
7. શિયાળાની ઋતુમાં હોઠ ફાટવાની સમસ્યા સામાન્ય છે આવામાં ઈલાયચીને વાટીને માખ્ણ સાથે મિક્સ કરીને દિવસમાં બે વાર લગાવો તમને 7 દિવસમાં જ ફરક દેખાશે. 
 
8. ઈલાયચી ખાવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે.  રોજ ખાશો તો ધીરે ધીરે વજન વધવા માંડશે.  તમે ઈલાયચી પાવડર બનાવીને કે તેને આમ જ પણ ખાઈ શકો છો. 
9. ઈલાયચીમા પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા અન્ય ખનિજ પદાર્થ જોવા મળે છે. જે લોહીને સાફ કરીને બીપીને નોર્મલ રાખે છે. 
 
10. ગ્રીન ઈલાયચી ફેફસાના રક્તસંચારની ગતિ ઠીક રાખે છે.  આ ઉપરાંત અસ્થમા ખાંસી જેવી સમસ્યાઓમાંથી પણ રાહત પહોંચાડે છે. આ કફને બહાર કાઢીને છાતીની જકડનને ઓછી કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર