હનુમાનજીના જનમદિવસ પર કરી લો, આ 2 કામ વર્ષ ભર મળશે શુભ વરદાન

સોમવાર, 6 એપ્રિલ 2020 (14:32 IST)
19 એપ્રિલ 2019 શુક્રવારના દિવસે હનુમાન જયંતી પરમવીર હનુમાનજીના જન્મોત્સવના રૂપમાં હનુમાન જયંતી આખા દેશમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે. 
મહાવીર હનુમાનને સૌથી શક્તિશાળી દેવતાના રૂપમાં પૂજાય છે. બજરંગબલી અમર અને ચિરંજીવી છે. તેમની ભક્તિ કરવાથી માણસને શક્તિ, બુદ્ધિ અને આરોગ્ય મળે છે. 
 
ચૈત્ર શુક પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવાય છે. હનુમાનજીનો જન્મ સવારે 4 વાગ્યે માતા અંજનાની કોખથી થયુ. તે ભગવાન શિવના 11મા અવતાર છે, 
 
જે વાનરદેવના રૂપમાં આ ધરતી પર રામભક્તિ અને રામ કાર્ય સિદ્ધ કરવા માટે અવતરિત થયા. હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. હનુમાનજીની મૂર્તિઓ પર સિંદૂર અને ચાંદી વર્ક ચઢાવાય છે. 
 
હનુમાન જયંતીના દિવસે સાંજના સમયે દક્ષિણમુખી હનુમાનની મૂર્તિની સામે શુદ્ધ થઈને હનુમાનજીના ચમત્કારિક મંત્રનો જાપ કરાય તો આ ખૂબ ફળદાયી હોય છે. 
 
1. આ દિવસે મનોકામના પૂર્તિ માટે હનુમાનજીને પાનનો બીડો જરૂર ચઢાવવું જોઈએ. 
 
2. ઈમરતીના ભોગથી પણ સંકટમોચન ખૂબ પ્રસન્ન હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર