દહીં વડા

સામગ્રી  - 250 ગ્રામ અડદની દાળ, 500 ગ્રામ દહીં, અડધુ લાલ મરચું, અડધી ચમચી જીરુ. 50 ગ્રામ બેસન, થોડા ધાણા, તેલ અને મીઠુ સ્વાદમુજબ.


બનાવવાની રીત - દહી વડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં વાટી લો. તેમાં બેસન જીરુ, થોડુ તેલ અને કાપેલા ઘાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.

તળેલા વડાને પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને દહીમાં નાખો. લાલ મરચુ અને સેકેલા જીરાનો પાવડર, મીઠું નાખીને સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર