રાજ્‍યના 5000થી પણ વધુ અમરનાથ યાત્રીઓ ફસાયા

રવિવાર, 10 જુલાઈ 2016 (23:56 IST)
કાશ્‍મીરમાં છેલ્લા બે દિવસથી ઉભી થયેલી પરિસ્‍થિતિના પગલે રાજ્‍યના 5000થી પણ વધુ યાત્રીઓ અમરનાથની યાત્રાએ જવા નિકળ્‍યા હતા જે કફ્‌ર્યુની પરિસ્‍થિતિમાં ફસાઈ પડયા છે. આ અંગે મળતી વિગતો મુજબ રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાંથી અમરનાથની યાત્રાએ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રીઓ અમરનાથ પહોંચ્‍યા હતા જ્‍યાં તેઓ ફસાવવા પામ્‍યા છે. દરમિયાન મળતી માહિતી મુજબ રાજ્‍યના મહેસાણા, બનાસકાઠા, વડોદરા જેવા વિવિધ વિસ્‍તારોમાંથી અલગ અલગ ટુકડીઓ દ્વારા અમરનાથ તરફ ગયેલા યાત્રીઓ ફસાયા છે તો વડોદરાના યાત્રીઓ 20 બસો દ્વારા પહેલગાવ પહોંચ્‍યા હતા. આ બસો પૈકી છ બસ શ્રીનગરમાં ફસાયેલી છે. બનાસકાંઠા જિલ્લામાંથી ગયેલા પ્રવાસીઓમાં બે નાયબ મામલતદાર સહિત કુલ 25 જેટલા યાત્રાળુઓ બાલતાલમાં ફસાયા છે. એક તરફ જ્‍યાં સુધી પરિસ્‍થિતિ યથાવત ન થાય ત્‍યાં સુધી અમરનાથ યાત્રા ફરીથી શરૂ ન કરવા માટેકાશ્‍મીરના લેફ્‌ટ. ગવર્નર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે ત્‍યારે રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાંથી ખીણ વિસ્‍તારમાં પહોંચેલા યાત્રીઓની સલામતી અને સુરક્ષા અંગે છેલ્લામાં છેલ્લી પરિસ્‍થિતિનો તાગ મેળવવા માટે આજે રાજ્‍યના મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે રાજ્‍યના રાહત કમિશનર મનિષ ભારદ્વાજ સહિત અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓ સાથે એક તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્‍યમંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓ નીતિન પટેલ સહિત અન્‍ય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

   દરમિયાન હિઝબુલ મુઝાહિદ્દીના 21 વર્ષીય આતંકવાદીના એન્‍કાઉન્‍ટર બાદ શ્રીનગરમાં ફાટી નીકળેલાં તોફાનોના પગલે અમરનાથ ગયેલા વડોદરા શહેરની 20 બસના 1 હજાર જેટલા યાત્રાળુઓ ફસાયા છે. ફસાયેલા યાત્રાળુઓમાં 14 બસ પહેલગામ ખાતે રોકાઈ છે જ્‍યારે 6 બસ શ્રીનગરમાં ફસાયેલી છે. ફસાયેલી બસો ઉપર સ્‍થાનિક લોકોએ પથ્‍થરમારો કર્યો હોવાનું પણ  ફસાયેલા લોકો દ્વારા જાણવા મળ્‍યું હતું. લોકો અત્‍યારે ભયમાં જીવી રહ્યા છે અને તેમને ર્પાંિકગ જેવી જગ્‍યાઓમાં આસરો લેવો પડી રહ્યો છે. વડોદરા અને આસપાસના સેંકડો યાત્રાળુ અને કેમ્‍પ સાથે સેવા આપવા ગયેલા ભક્‍તોનો સંપર્ક ન થતાં અન્‍્નો પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે. ખાનગી ટ્રાવેલ્‍સના 100 યાત્રાળુઓએ શહેરના ટ્રાવેલ્‍સ એસો.નો સંપર્ક સાધતા તેઓ રાત્રે નાયબ મામલદાર કેતન શાહને મળવા દોડી ગયા હતા. જેથી ર્પાંિકગમાં રાતવાસો કરી રહેલા યાત્રાળુઓને યોગ્‍ય મદદ પહોંચાડી શકાય. જ્‍યારે જિલ્લા કલેક્‍ટર દ્વારા 8 તાલુકાઓના મામલતદારોને અમરનાથ યાત્રાએ ગયેલા લોકોની વિગતો મેળવવાના આદેશ પાઠવ્‍યા છે. ભાવનગરથી અમરનાથ યાત્રાએ નિકળેલા પ્રવાસીઓ અંગે મોબાઇલ અને ઇન્‍ટરનેટ સેવાઓ ખીણ વિસ્‍તારમાં સ્‍થગિત કરી દેવામાં આવી હોઇ કોઇ સંપર્ક ભાવનગરના યાત્રીઓ સાથે ન થઇ શકતા ભાવેણાવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો