પાકિસ્તાન - શાકના કંટેનરમાંથી નીકળી ઝેરીલી ગેસ, ઓછામાં ઓછા 6 લોકોના મોત, 15 હોસ્પિટલમાં દાખલ

સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (11:16 IST)
પાકિસ્તાનના કરાચીમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. કરાંચીમાં ઝેરીલી ગેસ લીક થવાથી ઓછામાં ઓછા 6 લોકોના મોત થઈ ગયા. અહી શરૂઆતમાં ન્યુક્લિયર ગેસ (Nuclear Gas) લીક થવાની આશંકા બતાવવામાં આવી. જો કે પછી કહેવામા6 આવ્યુ કે શાકભાજીના એક કંટેનરમાંથી કોઈ ઝેરીલી ગેસ લીક થવાથી દુર્ઘટના બની. ઉલ્લેખનીય છે કે જ્યા આ દુર્ઘટના બની ત્યાનો વિસ્તાર કરચી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન  (Karachi Nuclear Power Corporation) ના ખૂબ જ નિકટ છે.  સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાને તપાસ માટે ત્યા ન્યુક્લિયર બાયલૉજિક્લ કેમિકલ ડૈમેજ ટીમને મોકલી જેનાથી ન્યુક્લિયર ગેસ લીકની આશંકાને વધુ બળ મળ્યુ. હાલ વિસ્તારમાં અફરા તફરીનુ વાતાવરણ છે. જિયો ટીવી મુજબ લગભગ સો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
બીજી બાજુ પાકિસ્તાનનુ છાપુ ધ ડૉન ના મુજબ ગેસ લીક થવાથી ડઝનો લોકો બેહોશ થઈ ગયા. આ બધાને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 
 
આ પહેલા ડીઆઈજી શર્જીલ ખરાલે પત્રકારોને કહ્યુ, શરૂઆતી તપાસમાં જાણ થઈ કે જૈક્શન માર્કેટમાં લોકોએ જેવુ કંટેનર ખોલ્યુ, તેમાથી ધુમાડો નીકળવા માંડ્યો. જેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી અને તે બેહોશ થઈ ગયા. ખરાલે કહ્યુ, તેમને નિકટના એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યા ચાર લોકોના મોત થઈ ગયા અને 15 લોકોની સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યુ કે પોલીસે બંદરગાહ અધિકારીઓ અને પાકિસ્તાની નૌસેના પાસેથી માલવાહક પોત વિશે માહિતી માંગી છે. કેટલાક લોકોએ એ પણ દાવો કર્યો છે કે કાર્ગો શિપ પર કેમિકલ્સ હતુ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર