ફળગાવેલા ઘઉં ખાવાના અનોખા 5 લાભ

બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (11:42 IST)
આજકાલ જેવી રીતે મૌસમમાં ગરમી વધી રહી છે તેને  જોતા આપણે આપણા  અમારા ખાન-પાનમાં થોડો  ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. ચિકિત્સક મુજબ જે રોજ અંકુરિત અનાજનું  સેવન શરૂ કરી દે છે  એ ઘણા રોગોથી બચી શકે છે. અનાજને અંકુરિત કરવાથી એના પોષક અને પાચક ગુણ વધી જાય છે. 
 
જો તમે દરરોજ અંકુરિત અનાજનુ  સેવન કરશો તો તમારા શરીરને વિટામિન , મિનસ્ર્લ્સ , ફાઈબર ફોલેટ વગેરે મળશે જે તમારી ત્વચા અને વાળ માટે લાભકારી છે. એને ખાવાથી કિડની ગ્રંથિયો તંત્રિકા તંત્ર મજબૂતી અને લોહી કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે. 
 
અંકુરિત ઘઉંના સેવનથી શરીરના મેટાબ્લિજ્મ રેટ પણ વધે છે.જેથી વજન ઓછુ  કરવામાં મદદ મળે છે. જેથી શરીરની ગંદગી બહાર નિકળે છે અને લોહી  શુદ્ધ થાય છે. 
 
જે લોકોને દરેક સમયે પાચન સંબંધી સમસ્યા રહે છે એમના માટે અંકુરિત ઘઉં સારા રહે છે કારણકે આ ફાઈબરથી ભરપૂર  હોય છે. આ અનાજ પાચન તંત્રને સુદૃઢ બનાવે છે. 
 
જાણો સ્પ્રાઉટ્સ  ખાવાથી શરીરને શું લાભ થાય છે. 
 સ્પ્રાઉટ્સમાંથી શરીરને ફાઈબર મળે છે જેથી લાંબા સમય સુધી પેટ ભરેલુ  રહે છે . જો તમને  વજબ ઘટાડવું છે તો દરરોજ અંકુરિત ઘઉંનું સેવન કરો. 
 
સ્પ્રાઉટ્સ ખાવાનો ચોક્કસ સમય કયો છે. 
એને બ્રેકફાસ્ટના સમય ખાવું વધારે ફાયદાકારી ગણાય છે. એને સવારે ખાવાથી તમે  લાંબા સમય સુધી ભૂખ નહી લાગે.  તમને એક વિશેષ સલાહ છે કે તેને 100 ગ્રામથી વધારે ન ખાવું. 
 
કેવી રીતે કરશો અંકુરિત 
ઘઉંને સાફ કરીને 6-12 કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખો. પછી ઘઉંને એક સ્વચ્છ સુતરાઉ  કપડામાં બાંધીને મૂકો. જ્યારે અંકુરિત થવા લાગે ત્યારે તેનું સેવન કરી લો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર