Tomato benefits - ટેસ્ટી ટામેટાના જ્યુસથી આ રીતે ઘટાડો વજન

શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (17:45 IST)
બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેકને વધતુ વજન પરેશાન કરે છે. કેટલાક લોકોને વજન ઘટાડવા માટે ડાયેટિંગ કે જિમની મદદ લેવી પડે છે. જો તમે ઈચ્છો તો મહેનત વગર તમારુ વજન ઓછુ થઈ જાય તો એ માટે તમે ફક્ત ટામેટાના જ્યુસનુ સેવન કરવુ પડશે. ટામેટાના જ્યુસમાં અનેક એંટીઓક્સીએડેંટ અને મિનરલ્સ હોય છે. જે વજન ઘટાડવા માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત ટામેટા આપણા શરીરનુ મૈટાબોલિજ્મ પણ વધારે છે જે કે ફેટને જલ્દી બર્ન કરે છે. 
ટામેટાનુ જ્યુસ તમે સહેલાઈથી તમારા ઘરમાં પણ બનાવી શકો છો.. જાણો તેની રેસીપી 
 
સામગ્રી - 2 પાક્કા ટામેટા, કાળા મરી, 2 ચમચી મધ
 
બનાવવાની રીત -  સૌ પહેલા ટામેટાને વાટીને સારી રીતે તેનો રસ કાઢી લો. 
2. કાળા મરીને વાટીને તેનો પાવડર બનાવી લો. 
3 હવે ટામેટાને રસ અને કાળા મરીના પાવડર બંનેને સારી રીતે મિક્સ કરી લો. 
4. આ મિશ્રણને એક ગ્લસમાં નાખો અને તેમા 2 ચમચી મધને મિક્સ કરો. 
5.તમારુ જ્યુસ પીવા માટે તૈયાર છે. 
 
આ જ્યુસનુ સેવન રોજ સવારે ખાલી પેટ કરો.
Visit our Website :http://gujarati.webdunia.com/  
Like us on Facebook : https://www.facebook.com/  
Follow us on Twitter - https://twitter.com/  Follow us on instagram:https://www.instagram.com/webdunia.gujarati/

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર