જાણો વૈજાઈનલ ઈંફેક્શન થાય તો શુ કરશો ?

શનિવાર, 10 એપ્રિલ 2021 (14:33 IST)
મોટેભાગે યુવતીઓ ખંજવાળ કે બળતરાને નોર્મલ સમજીને તેને ધ્યાનમાં લેતી નથી. જેનાથી ઈંફેક્શનનુ સંકટ વધી જાય છે. તેથી વેજાઈના ઈન્ફેશન વિશે દરેક યુવતીને જાણ હોવી જોઈએ. યુવતીઓમા વૈજાઈનલ ઈંફેક્શન સામાન્ય બાબત થઈ ગઈ છે. સરેરાશ 70 ટકા યુવઈઓને તેમના જીવનમાં એક વાર કોઈને કોઈ પ્રકારના વૈજાઈનલ ઈન્ફેશનનો સામનો કરવો પડે છે.  વૈજાઈનલ ઈન્ફૈક્શંસ ઓછી તકલીફ આપનારુ પણ હોઈ શકે છે અને ભયંકર ચિંતાનુ કારણ પણ બની શકે છે. આ ઈન્ફેક્શંસ યૂટ્સ, સર્વાઈકલ અને અન્ય પ્રાઈવેટ પાર્ટના કેન્સરનુ મુખ્ય કારણ હોય છે.  આ શરીરનો જેટલો નાજુક ભાગ છે એટલી જ સખત તેની દેખરેખ હોવી જોઈએ. .
 
યોનિમાર્ગ ઈંફેક્શન કેટલા પ્રકારના હોય છે, જાણો તેના કારણ ?
 
યોનિમાર્ગ ઇન્ફેક્શન્સ બેક્ટેરિયલ હોઈ શકે ફંગલ પણ હોઈ શકે અને બંનેના મિશ્રિત પણ હોઈ શકે છે.  યોનિમાં કેટલાક ગુડ બેક્ટેરિયા હોય છે જેને ફ્લોરાસ કહેવાય છે.  તેઓ આપણા માટે હેલ્ધી છે અને યોનિમાર્ગને ભીની અને ભેજવાળી રાખે છે.
 
વૈજાઈનલ ક્ષેત્ર ભીનું હોવું જોઈએ. સામાન્ય બેક્ટેરિયા ઈંટિમેટ, હેલ્ધી અથવા ફ્રેંડલી હોય છે.  જે યોનિનુ  પીએચ જાળવી રાખે છે. આ બેક્ટેરિયામાં કોઈપણ ડિસ્ટબેંસને કારણે વૈજાઈનલ ઈન્ફૈક્શંસ થાય છે. જો યોનિનું પીએચ બદલાય છે, તો બાહ્ય બેક્ટેરિયા ફ્રેંડલી બેક્ટેરિયા પર હુમલો કરે છે.
 
જ્યારે પીએચ ડિસ્ટબેંસ થાય છે ત્યારે યોનિમાર્ગ વિવિધ લક્ષણો બતાવવાનું શરૂ કરે છે, જે યોનિમાર્ગના ઇન્ફેક્શન્સ સૂચવે છે. કેટલીકવાર યોનિમાં ખંજવાળ આવે છે, બળતર થાય છે. યોનિમાર્ગનો વધુ પડતો સ્રાવ, શુષ્કતા અને રેડનેસ પણ થાય છે.  ફ્રેંડલી બેક્ટેરિયાના અસંતુલનને કારણે પણ આ થઈ શકે છે.
 
આ ઈંફેક્શન કંઈ વયની છોકરીઓમાં થાય છે ?
 
આમ તો આ  ઇન્ફેક્શન્સ દરેક વયની છોકરી અથવા સ્ત્રીને થઈ શકે છે, પરંતુ ખસા કરીને જેટલી ટીનએજ ગર્લ્સ, યંગ ગર્લ્સ કે  ગર્ભવતી યુવતીઓમાં આ વધુ જોવા મળે છે. વૃદ્ધાવસ્થામાં મેનોપોઝ પછી યોનિમાર્ગના ઇન્ફેક્શન્સ ઓછુ થાય છે. એલ્ડર્લી એજમાં આ ત્યારે જ થાય છે જ્યારે સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય. જેમ કે કોઈને ચિકનગુનિયા થાય છે, તો  કોઈને ડાયાબિટીસ, કે પછી તેની રોગપ્રતિકારક શક્તિ કમજોર હોય તેને થાય છે. 
 
વૈજાઈનલ ઈંફેક્શંસથી શુ નુકશાન થયા છે 
 
કોઈ યુવતીને જો વૈજાઈનલ ઈંફેક્શન  હોય તો તેને યોનિ અને તેની આસપાસની ત્વચામાં બળતરા, ખંજવાળ, હેવી ડિસ્ચાર્જ અને પીડા થશે. તેને  હંમેશાં ડિસકમ્ફર્ટ અનુભવાશે. મતલબ પુરો રિપ્રોડક્ટ્વિ સિસ્ટમ તેનાથી ખરાબ થઈ શકે છે. જો તમારી નળીઓ બંધ થઈ ગઈ છે તો ગર્ભધારણ નહી થય. યૂટ્રસમાં ઈન્ફેશન હશે તો સૈપ્સિસ થશે. તમારી લવ લાઈફ અને લાઈફ બંને પર અસર થશે.  જો યૂટ્રસના મુખ પર અનેક દિવસ સુધી ઈંફેક્શન રહે તો શેડિંગ થવા માંડશે. સેલ્સ ઈંફૈક્ટ થઈ જાય છે અને યૂટ્રસનુ કેસર બને છે. ભારતમાં સર્વાઈકલ કૈસર બીજા નંબરનુ ખતરનાક કેંસર છે.  જો કોઈ પ્રેગનેંટ લેડીને થાય તો અબોર્શન પણ થઈ શકે છે. 
 
કેવા અંડરગારમેંટસ પહેરવા જોઈએ ?  
 
અન્ડરગર્મેન્ટ્સ હંમેશાં આવા હોવા જોઈએ કે તે ઈંટિમેટ એરિયામાં સ્વચ્છતા જાળવી રાખે. તમારા ઈંટિમેટ એરિયામાંની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે, તેની સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી અન્ડરવેર કોટનની હોવી જોઈએ. દર વખતે જ્યારે તમે વોશરૂમમાં જાઓ છો ત્યારે વહેતા પાણીથી તમારા ઈંટિમેટ એરિયામાંને સાફ કરો. સુકા યોનિમાર્ગને ક્લીન કરો, તેને ઘસશો નહીં, પરંતુ તેને સૂકવી દો, જેથી ફંગલ ઈન્ફેશનનુ જોખમ ન રહે. 
 
શુ ઓછુ પાણી પીવુ એ પણ વૈજાઈનલ ઈન્ફેકશનનુ કારણ બની શકે ?  
 
ઓછું પાણી પીવાથી યોનિમાર્ગમાં ઈન્ફેકશન થતુ  નથી, પરંતુ પેશાબમાં બળતરા થાય છે. પેશાબમાં બળતરાથી પેશાબ કરતી વખતે દુખાવો થઈ શકે છે. 


સેક્સ દરમિયાન કંઈ વાતોનુ રાખશો ધ્યાન ?
 
સેક્સ કરતી વખતે પર્સનલ હાઈજીનનુ ખૂબ ધ્યાન રાખવુ જોઈએ. આપનો પાર્ટનર પોતાના પ્રાઈવેટ પાર્ટને ક્લીન રાખે અને તમે પણ. બંને ઈંટિમેટ હાઈજીન રકહો. એબનોર્મલ પોર્સ્ચર્સ અને એબનોર્મલ સેક્સ એવોઈડ કરવા જોઈએ. 
 
શુ ઈંફેશન દરમિયાન સેક્સ કરવાથી પાર્ટનરને પણ ખતરો રહે છે ?
 
જી હા બિલકુલ રહે છે. પાર્ટનરને પણ ઈંફ્કેશન થઈ શકે છે. આ એકબીજામાં જઈ શકે છે અને જો એક વાર આ થઈ  ગયુ અને તમે તમારુ ટ્રીટમેંટ કરાવી લો અને બીજીવાર સેક્સ કરો તો પાર્ટનર દ્વારા તમને ફરીથી આ ઈંફેક્શન થઈ શકે છે. તેથી જો તમે ઈંફેક્શન દરમિયાન સેક્સુઅલી એક્ટિવ છો તો તમારા પાર્ટનર અને તમારી સારવાર એકસાથે કરાવો. 
 
શુ કરો જેથી વેઝાઈનલ ઈંફેશંસ ન થાય 
 
સૌથી જરૂરી તો એ છે કે તમે વેજાઈનલ એરિયાનુ ધ્યાન રાખો. ઈંટિમેટ હાઈજીન રાખો. લૂજ ફિટિંગના કપદા પહેરો જેમાથી હવા પાસ થાય. એયર વૈટિલેટર પ્રોપર રહેવુ જોઈએ. ખાસ કરેની રાત્રે ઢીલા પાયજામા કે નાઈટી પહેરીને સૂવો. રોજ ન્હાવ. બાથટબ યૂઝ કરવાને બદલે શાવર બાથ લો. બાથટબથી ન્હાવાથી ઈન્ફેક્શન થઈ શકે છે. લોકો બાથ ટબમાં શાવર જેલ કે બોયુબ નાખે છે જે વેજાઈનલ ને ઈરિટેટ કરવાનુ કામ કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર