Almond Benefits - રોજ જરૂર ખાવ પલાળેલા બદામ, મળશે આ 5 ફાયદા

બુધવાર, 18 ડિસેમ્બર 2019 (11:38 IST)
શરદીની ઋતુમાં બદામ ખાવાના અનેક ફાયદા થાય છે. તેનાથી યાદગીરી વધે છે સાથે જ તેમા જોવા મળનારા મિનરલ, વિટામિન, ઝિંક, કેલ્શિયમ વગેરેથી પણ શરીરને અનેક ફાયદા મળે છે. રોજ બદામને પલાળીને ખાવુ પણ ખૂબ લાભદાયક છે. પલાળેલી બદામ પાચનમાં મદદ કરે છે.અહી અમે તમને રોજ પલાળેલી બદામ
શરદીની ઋતુમાં બદામ ખાવાના અનેક ફાયદા હોય છે જેનાથી યાદગીરી વધે જ છે સાથે જ તેમા જોવા મળતા મિનરલ, વિટામિન, ઝિંક કેલ્શિયમ વગેરેથી પણ શરીરને અનેક ફાયદા મળે છે. રોજ બદામને પલાળીને ખાવા ખૂબ લાભદાયક છે. પલળેલા બદામ પાચનમાં મદદ કરે છે. અહી અમે તમને રોજ પલળેલા બદામ ખાવાના 5 ફાયદા વિશે બતાવવા જઈ રહ્યા છે.. 
 
1. વજન ઘટાડશે પલળેલા બદામ 
 
આજના સમયમાં લોકોનુ વધતુ વજન પણ તેમને માટે ખૂબ મોટી સમસ્યા છે. આવામાં બદામને પાણીમાં પલાળીને ખાધા પછી વજન ઘટાડી શકાય છે.  કારણ કે તેમા મોનોઅનસૈચુરેટેડ ફૈટ રહેલુ છે. તેથી આ ભૂખને રોકવામાં ખૂબ મદદ કરે છે. 
 
2. દિલને સ્વસ્થ બનાવી રાખે છે પલાળેલી બદામ 
 
રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી દિલને પણ સ્વસ્થ બનાવી રાખી શકાય છે. જર્નલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટનુ માનીએ તો બદામ એંટીઓક્સીડેંટ એજંટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આવામાં આ દિલની બીમારીઓને પણ દૂર રાખે છે. 
 
3. હાઈ બ્લડ પ્રેશરને કરે છે નિયંત્રિત 
 
પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ જોયુ કે બદામ ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધી જાય છે તેથી આ બીપીને બનાવી રાખે છે. 
 
4. કોલેસ્ટ્રોલ પર રાખે છે નિયંત્રણ 
 
બૈડ કોલેસ્ટ્રોલની સમસ્યા દેશમાં દિવસો દિવસ વધતી જઈ રહી છે. આ દિલની બીમારીઓ અને ધમનીઓમાં રોક જેવા અનેક રોગોનું એક મોટુ કારણ માનવામાં આવે છે. જો કે પલાળેલી બદામ ખાવાથી બૈડ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને મોટા હદ સુધી ઓછુ કરે છે. 
 
5. ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાં પણ લાભકારી 
 
ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો ઝઝૂમી રહ્યા છે. જો લોકો રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે તેના છાલટા ઉતારીને ખાશો તો શુગર લેવલ વધવાથી રોકી શકાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર