ચા સાથે ક્યારે ન ખાવો આ 10 વસ્તુઓ/ Dangerous Combination With Tea

સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (15:41 IST)
Dangerous Combination With Tea: ચા પ્રેમીને ચા પીવા માટે માત્ર એક બહાનું જોઈએ છે. શું તમે પણ તેમાંથી એક છો?  વધારેપણુ લોકો તેમના દિવસની શરૂઆત ચાની સાથે કરે છે. તેમજ ચાને લોકો દરેક ઋતુમાં પીવુ પસંદ કરે છે પણ શું તમે જાણો છો કે ચાની સાથે કેટલીક વસ્તુઓ ભૂલીને પણ ન ખાવી જોઈએ. જી હા જો તમે કઈક વસ્તુઓનુ સેવન ચાની સાથે કરો છો તો તમારુ આરોગ્ય બગડી શકે છે. 
 
હળદર
ચા સાથે હળદરથી ભરપૂર વસ્તુઓ લેવાનું ટાળવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે હળદર અને ચાના ગુણધર્મો એકબીજા સાથે ભળી જાય છે, જેના કારણે તેમને એકસાથે પચવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે.
 
સૂકા ફળો
દૂધ સાથે આયર્નયુક્ત ખોરાક લેવાની ભાગ્યે જ સલાહ આપવામાં આવે છે. આ કારણોસર, દૂધની ચા અને ડ્રાય ફ્રૂટ્સ એકબીજાના વિરોધી માનવામાં આવે છે. આ બંનેનું એકસાથે સેવન કરવાથી શરીર પર ખરાબ અસર પડે છે, આ ઉપરાંત ચા આ ડ્રાયફ્રુટ્સના પોષણને શોષી લે છે જેના કારણે શરીર પર તેની ખાસ અસર થતી નથી.
 
ફળ 
ચા સાથે ફળો ખાવાની ભૂલ ન કરો. આમ કરવાથી સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન થશે. એટલા માટે ચા અને ફળ એકસાથે ન ખાઓ. ખાટા ફળ ખાવાનુ ટાળવું. 
 
ફરસાણ 
ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓ જેવી કે, ખારી, સફરજન ચા સાથે ન ખાવી જોઈએ. સામાન્ય રીતે લોકો ચા સાથે નમકીનનું સેવન કરે છે, પરંતુ આમ કરવાથી તમને સ્થૂળતાનો ખતરો રહે છે.
 
ડેરી ઉત્પાદનો: દૂધ, ચીઝ અથવા ક્રીમ વગેરે જેવા ડેરી ઉત્પાદનો ચા સાથે લેવાથી ચામાં જોવા મળતા પોલિફીનોલ્સને તટસ્થ કરી શકાય છે. જો કે, આવી અસર કાળી ચા સાથે ઓછી જોવા મળે છે.
 
મીઠી વસ્તુઓઃ કેક, ચોકલેટ અને બિસ્કીટ જેવી મીઠી વસ્તુઓ ચા સાથે હંમેશા ટાળવી જોઈએ. ચા સાથે ખાવામાં આ વસ્તુઓ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે બ્લડ સુગર લેવલ વધારી શકે છે.
 
ઠંડી વસ્તુઓ-
ચા પીધા પછી તરત જ ઠંડુ પાણી, આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાવા કે પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. તેથી ચા પછી આ વસ્તુઓ ખાવાનું ટાળો
 
ઇંડા-
નાસ્તામાં ઈંડા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. અને ઘણા લોકો ચા સાથે ઈંડાની રેસિપી ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ચા સાથે બાફેલા ઈંડાનું સેવન ન કરવું જોઈએ. અન્યથા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
 
ખાટી વસ્તુઓ-
ઘણા લોકો ચા પીતી વખતે ખાટી વસ્તુઓનું સેવન કરે છે. પરંતુ, ચા સાથે આવી વસ્તુઓનું સેવન કરવાથી એસિડિટી અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ભૂલથી પણ ચા અને ખાટી વસ્તુઓનું સેવન ન કરો.

સલાદ કે લીલી શાકભાજી
લીલી શાકભાજી કે સલાદ ખવાથી પાચન તંત્રમા સમસ્યા ઉભી થઈ શકે છે.

Edited By-Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર