હોળી રમતાં પહેલાં થોડીક સાવધાની

N.D
* સૌ પ્રથમ પોતાના શરીર પર ખાસ કરીને ચહેરા, હાથ-પગ અને વાળમાં નારિયેળનું તેલ લગાવી લો.

* જો તમને તેલ લગાવવાનું પસંદ ન હોય તો કોઈ લોશન લગાવી શકો છો. આના ઉપયોગ પછી તમે ગમે તેટલો રંગ લગાવશો કોઈ ફર્ક નહિ પડે. તમારી ત્વચા પર રંગ નહી ચઢી શકે.

* હોળી રમતી વખતે પોતાની આંખોની આજુબાજુ અને પાંપણો પર પણ તેલ લગાવવાનું ન ભુલશો. આનાથી તમારી આંખોને રંગોથી બચવામાં મદદ મળશે.

* જો સુકો રંગ તમારી આંખોમાં ચાલ્યો ગયો હોય તો આંખોને ચોખ્ખા પાણી વડે ધોઈ લો. એક વાતનું ધ્યાન રાખો કે આંખને મસળવી નહિ. આનાથી આંખોમાં બળતરા થશે અને આંખો ખરાબ થવાનો ભય પણ રહે છે.

* હોળી રમ્યા બાદ આંખોમાં ગુલાબજળ નાંખીને આરામ કરી લો આનાથી તમારી આંખોને આરામ મળશે.

જો તમારો હોળી રમવાનો કાર્યક્રમ પુર્ણ થઈ ગયો હોય તો નીચે આપેલી ટીપ્સને અજમાવી શકો છો-

* ન્હાવાના એકાદ કલાક પહેલાં મુલતાની માટીને પલાળીને રંગીન ત્વચા પર લગાવો અને થોડી વાર સુકાવા દો. ત્યાર બાદ તેને ધોઈ લો તેનાથી તમારા શરીરનો રંગ ઘણી હદે દૂર થઈ જશે.

* બેસન, તેલ અને મલાઈ આ ત્રણેય વસ્તુને જરૂરિયાત મુજબ લઈને થોડુક પાણી ભેળવીને પેસ્ટ બનાવી લો. આને ચહેરા અને હાથ-પગ પર લગાવો અને સુકાયા બાદ મસળીને તેને કાઢી લો.

* કે પછી બે ચમચી લીંબુના રસમાં અડધી વાટકી દહી ભેળવીને રંગવાળા ભાગમાં લગાવો અને તાજા ગરમ પાણી વડે નાહી લો. આનાથી પણ તમારા શરીર પરનો રંગ ઉતરી જશે.

* જો શરીર પર વધારે પડતો ઘાટો રંગ ચડી ગયો હોય અને ઉતરતો ન હોય તો કેરોસીનમાં એક કપડાને ડબોળીને કલરવાળા ભાગમાં હલ્કા હાથે ફેરવી લો. આનાથી તમારા શરીર પર લાગેલો રંગ ઝડપથી દૂર થઈ જશે.

* સ્નાન કર્યા બાદ શરીર પર ક્રીમ લગાવવાનું ન ભુલશો.

વેબદુનિયા પર વાંચો