Ganesh Chaturthi 2020: ગણેશ ચતુર્થીના દિવસે આ રીતે કરો ગણેશજીની સ્થાપના

શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (14:04 IST)
આજે છે ગણેશ ચતુર્થી, ગણપતિની સ્થાપના ગણેશ ચતુર્થીના દિવસે મધ્યાહ્નમાં કરવામાં આવે છે. માન્યતા છે કે ગજાનનનો જન્મ મધ્યાહ્ન કાળમાં  થયો હતો. સાથે જ આ દિવસે ચંદ્રમાં જોવુ વર્જિત છે. તમે ચાહો તો બજારમાંથી ખરીદીને કે તમરા હાથથી બનેલા ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી શકો છો. સ્થાપના કરતા પહેલા સ્નાન કર્યા પછી નવા કે સ્વચ્છ કપડા.. જે ફાટેલા ન હોવા જોઈએ એ પહેરો. 
 
હવે તમારા માથા પર તિલક લગાવો અને પૂર્વ દિશા તરફ મોઢુ કરીને આસન પર બેસીને પૂજા કરો. આસન સ્વચ્ચ હોવુ જોઈએ સાથે જ પત્થરના આસનનો ઉપયોગ ન કરો. ત્યારબાદ ગણેશજીની પ્રતિમાને કોઈ લાકડીના પાટિયા કે ઘઉં, મગ, જુવાર ઉપર લાલ વસ્ત્ર પાથરીને સ્થાપિત કરો. ગણપતિની જમની અને ડાબી બાજુ રિદ્ધિ સિદ્ધિના પ્રતીક સ્વરૂપ એક એક સોપારી મુકો 
 
પૂજા કરતા પહેલાં આ મંત્ર બોલવો-
 
गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारु भक्षणम्ं।
उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्॥
 
ત્યારબાદ સંકલ્પ લઈને ऊं गं गणपतये नम: મંત્ર બોલીને જળ, મૌલી (પૂજામાં વપરાતો લાલ દોરો). ચંદન, સિંદૂર, અક્ષત, હાર-ફૂલ, ફળ, અબીર, ગુલાલ, હળદર, મહેંદી, યજ્ઞોપવિત(જનોઈ), દૂર્વા અને શ્રદ્ધા અનુસાર અન્ય સામગ્રી ચઢાવો. ત્યારબાદ ગણેશજીને ધૂપ-દીપ દર્શન કરાવો. પછી આરતી કરો.
 
આરતી પછી 21 લાડુનો ભોગ લગાવો. તેમાં 5 લાડુ મૂર્તિ પાસે રાખો અને 6 બ્રાહ્મણોને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો. પછી બ્રાહ્મણને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપ્યા પછી સાંજે પોતે ભોજન ગ્રહણ કરો.
 
ગણેશ ચતુર્થીએ ગણેશજીની સ્થાપના અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘરમાં સમૃદ્ધિ આવે છે અને કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. ગ્રંથો પ્રમાણે આ દિવસે કરવામાં આવેલું દાન, વ્રત અને શુભ કાર્યોનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે.
 
ચોઘડિયા 
 
અમૃત ચોઘડિયા - સવારે 6:10 વાગ્યાથી  7:44 સુધી 
શુભ ચોઘડિયા  -  સવારે 9:18 વાગ્યાથી  10:53 સુધી 
લાભ ચોઘડિયા  -  બપોરે 3.35 થી 5.09 સુધી 
અમૃત ચોઘડિયા   સાંજે 5.09 થી 6.53 સુધી 
મોડી રાતનુ મુહુર્ત - રાત્રે 11.01 થી 12.27 સુધી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર