નાગપંચમી - કાલસર્પ દોષ દૂર કરવા માટે આ શુભ મુહૂર્તમાં જ કરો રૂદ્રાભિષેક

ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (07:15 IST)
આ વર્ષે નાગપંચમીનો તહેવાર 15 ઓગસ્ટ 2018ન રોજ આવી રહ્યો છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિના રોજ નાગ પંચમી ઉજવાય છે. આ વખતે નાગપંચમી પર શુભ યોગ બની રહ્યો છે. ભારતની આઝાદી પછી આવુ બીજી વાર બન્યુ છે જ્યારે 15મી ઓગસ્ટના દિવસે નાગપંચમીનો તહેવાર ઉજવાય રહ્યો છે.   જ્યોતિષ મુજબ જે કોઈની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે. નાગપંચમીના દિવસે વિશેષ પૂજા કરવાથી આ દોષ દૂર થઈ જાય છે. આ અગાઉ 15 ઓગસ્ટ 1980ના રોજ નાગપંચનો તહેવાર હતો. 
 
 
નાગપંચમીનુ શુભ મુહૂર્ત 
 
આ વખતે 15 ઓગસ્ટના દિવસે નાગપંચમી પર સ્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. જ્યોતિષમાં આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નાગપંચમી પર પૂજાનુ શુભ મુહૂર્ત સવારે 5 વાગીને 54 મિનિટ થી  8 વાગીને 30 મિનિટ સુધી રહેશે. 
 
આ રીતે દૂર કરો કાલસર્પ દોષ 
 
જો કોઈની કુંડળીમાં કાલસર્પ દોષ છે તો નાગપંચમની દિવસે પૂજા કરવાથી કાલસર્પ દોષ દૂર થઈ જાય છે. કાલસર્પ દોષને દૂર કરવા માટે આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.   આ દિવસે નાગોની પૂજા અને ૐ નમ શિવાયનો જાપ કરવો ફળદાયી હોય છે. આ ઉપરાંત આ દિવસે રૂદ્રાભિષેક કરવાથી પણ જાતકની કુંડળીમાંથી કાલસર્પ દોષ દૂર થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર