Happy Father's Day - દરેકના પપ્પા તેમના સંતાનોને બોલે છે આ 10 ડાયલોગ

રવિવાર, 20 જૂન 2021 (06:40 IST)
Father Day 2020
મિત્રો 21 તારીખે ફાધર્સ ડે છે. તમે તમારા પિતાને કંઈક ભેટ આપવાનુ પણ વિચારી રાખ્યુ હશે અને જો ન વિચાર્યુ  હોય તો વિચારી લેજો.. આજે અમે વાત કરી રહ્યા છે કેટલાક એવા ડાયલોગની જે મોટેભાગે દરેકના પિતા બોલતા હોય છે. તમને તમારા પિતા ઠપકો આપતા હોય તો તમે ખોટુ ન લગાડશો.. આ તો એક પરંપરા છે જે તમારા દાદાજીએ તમારા પિતા પર અજમાવી હશે અને તમારા પિતા તમારા પર અજમાવી રહ્યા છે અને તમે તમારા સંતાનો પર અજમાવશો.            
 
દરેક પિતા એક જેવા જ હોય છે. તેમના કેટલાક નિયમ કાયદા હોય છે જે આપણને કયારેય સમજાતા નથી. તેમના કેટલાક આદર્શ હોય છે જેને સાથે આપણે હંમેશા સહમત થતા નથી. કેટલીક વાર પોતાના કેટલાક ફેમસ ડાયલોગ કેટલાક ખાસ સમયે જરૂર બોલે છે. તેમના આ પેટંટ ડાયલોગ્સ એ દરેક ભારતીય પિતાઓની એવી પ્રોપર્ટી છે જે ફક્ત તેમના બાળકોને જ મળે છે. 
 
તો આવો જાણીએ એવા 10 ટીપીકલ ઈંડિયન ફાધરના ડાયલોગ્સ જે તમને જીવનમાં અનેકવાર તમારા પિતાના મોઢેથી સાંભળવા મળ્યા હશે. તમને આ ડાયલોગ્સ સાંભળીને ત્યારે ગુસ્સો આવતો હશે પણ હાલ તમે તેને એંજોય કરશો... 

- છોકરાઓ હવાઈ જહાજ ઉડાવી રહ્યા છે અને એક તુ છે કે ગેસ સિલિંડર પણ નથી લગાવી શકતો 
 
- આ વખતનુ તારુ મોબાઈલ બિલ બતાવે છે કે તે કેટલુ કામ કર્યુ છે 
 
- આ મોબાઈલ ને મુકી દે નહી તો એક દિવસ તારી આંખો ફુટી જશે 
 
- એક શ્રવણ હતો જેણે પોતાના માતા-પિતાને ચારધામ યાત્રા કરાવી હતી
 અને એક તુ છે જેને પોતે જ રખડવાથી ફુરસત નથી મળતી 
 
- જેટલો તારા હાથમાં મોબાઈલ રહે છે તેટલુ જ જો પુસ્તક રહેતુ તો તુ આજે આઈએએસ  બની  ગયો હોત 
 
- બાળપણમાં આશા હતી કે પુત્ર મોટો થઈને નામ કમાવશે પણ આ તો નાકારો નીકળ્યો 
 
- અરે ભાઈ હવે પથારીમાંથી ઉઠી જા.. દુનિયાભરના છોકરાઓ તો ઓફિસ પણ નીકળી ગયા અને એક તુ છે જેનાથી પલંગ છુટતો નથી 
 
- બેટા ભણી લે.. ભણીશ તો કોઈ સારી છોકરી સાથે લગ્ન થશે નહી તો મળશે કોઈ તારા જેવી જ .

- તે આગળ તારા ભવિષ્ય માટે શુ વિચાર્યુ છે ?
 
 
- તમારા જેવી ફેસીલીટી જો અમને મળતી તો હુ કોલેજમાં ટોપ કરતો 
 
- તારે એક વાત સમજી લેવી પડશે કે તારો બાપ કોઈ ATM મશીન નથી. 
 
-  હુ હવે વધુ એક શબ્દ પણ સાંભળવા માંગતો નથી 
 
- આ હોટલ હવે પહેલા જેવી નથી રહી, અમારા જમાનામા શુ જબરદસ્ત ખાવાનુ મળતુ હતુ અહી. 
 
- લગ્ન માટે શુ વિચાર્યુ છે 
 
- પૈસા ઝાડ પર નથી ઉગતા 
 
- તમે જયારે અમારી ઉંમરે પહોચશો ત્યારે સમજશો 
 
- બેટા મારુ  એક જ  સપનુ છે  બસ આઈઆઈટી કરી લે 
 
- અમારા જમાનાની તો વાત જ કંઈ ઓર હતી... 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર