વર્લ્ડ કપ 2015 સેમીફાઈનલ - દક્ષિણ અફ્રીકાને હરાવી ન્યુઝીલેંડ ફાઈનલમાં

મંગળવાર, 24 માર્ચ 2015 (15:55 IST)
ન્યુઝીલેંડ ક્રિકેટ ટીમના ઈડન પાર્ક મેદાન પર મંગળવારે આઈસીસી વિશ્વકપ 2015ના પ્રથમ સેમીફાઈનલમાં  દક્ષિણ અફ્રીકાના સામે મુકાબલામાં 6 વિકેટ ગુમાવ્યા . અને સાઉથ આફ્રિકાના 298 રનના વિશાળ સ્કોરનો પીછો કરતા ન્યુઝીલેંડે ઝડપી અને તોફાની બેટિંગથી શાનદાર શરૂઆત કરી અને શાનદાર જીત મેળવી . અને હવે ન્યુઝીલેંડ આ શાનદાર જીતથી  ફાઈનલમાં પહોંચી  ગઈ છે. 
 
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમે મંગળવારે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ પહેલા સેમીફાઈનલમાં ન્યુઝીલેંડ વિરુદ્ધ ત્રણ વિકેટ ગુમાવી દીધી. રિલી રુસો 39 રન બનાવીને એંડરસનની બોલ પર ગપ્ટિલને કેચ આપી બેસ્યા. રુસોએ 53 બોલમાં બે ચોક્કા અને એક છક્કો લગાવ્યો. રૂસોએ પ્લેસી સાથે મળીને 83 રનોની ભાગીદારી કરી. 
 
હાશિમ આમલા 10 રન બનાવીને ટ્રેટ બોલ્ટની બોલ પર બોલ્ડ થઈ ગયા. ક્વિંટન ડિ કૉક 14 રન બનાવીને ટ્રેંટ બોલ્ટની બોલ પર સાઉદીને કેચ આપી બેસ્યા.  
 
આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો અને ટીમમાં એક ફેરફાર કર્યો છે.  કાઈલ એબોટના સ્થાન પર વર્નન ફિલેંડરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો