ભારતના દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવને આવ્યો હાર્ટ એટેક, એંજિયોપ્લાસ્ટી સર્જરી પછી ખતરાથી બહાર

શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (16:01 IST)
વર્ષે 1983માં ભારતને પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારા કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે. કપિલ દેવ રાજધાની દિલ્હીના ફોર્ટિસ એસ્કૉર્ટ્સ (ઓખલા) હોસ્પિટલમાં દાખલ છે. જયા તેમની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી. 
 
કપિલદેવની ટ્રીટમેંટ કરી રહેલ ડોક્ટરે જણાવ્યુ કે હવે કપિલદેવની હાલત સ્થિર છે. અને તે ખતરાથી બહાર છે. 
 
ઉલ્લેખનીય છે કે ક્રિકેટર કપિલ દેવને 23 ઓક્ટોબર રાત્રે 1 વાગ્યે ફોર્ટિસ એસ્કૉર્ટ્સ હાર્ટ ઈંસ્ટીટ્યુટ લઈ જવામાં આવ્યા. તેમને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ હતી. તપાસ પછી રાત્રે જ એંજિયોપ્લસ્ટી કરવામાં આવી. 
 
હોસ્પિટલે કહ્યુ, વર્તમાનમાં, તે આઈસીયુમાં દાખલ છે અને ડૉ. અતુલ માથુર અને તેમની ટીમની નજર હેઠળ છે. કપિલ દેવ હવે સ્થિર છે અને તેમને થોડા દિવસમાં રજા મળવાની આશા છે.  
 
કપિલ દેવના ક્રિકેટ કેરિયર પર એક નજર 
 
બેટિંગ-કપિલદેવે 131 ટેસ્ટમાં આઠ સદી અને 27 અડધી સદીની મદદથી 5248 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં તેનો સર્વોચ્ચ સ્કોર 163 રન છે. આ સાથે જ કપિલદેવે એક સદી અને 14 અડધી સદીની મદદથી 225 વનડેમાં 3783 રન બનાવ્યા છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 175 છે.
 
બોલિંગ - કપિલદેવે 131 ટેસ્ટમાં 434 વિકેટ ઝડપી છે. કપિલે તેની પ્રથમ ટેસ્ટ 16 ઓક્ટોબર 1978 માં પાકિસ્તાન સામે રમી હતી. કપિલદેવે 225 વનડેમાં 253 વિકેટ ઝડપી છે. કપિલે પહેલી વનડે મેચ 1 ઓક્ટોબર, 1978 માં પાકિસ્તાન સામે રમી હતી.
 
કપિલદેવના જીવન પર ફિલ્મ બની રહી છે
 
1983 માં, ક્રિકેટ જગતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક કપિલ દેવની કપ્તાની હેઠળ ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. વર્લ્ડ કપની આ સુવર્ણ ક્ષણ પર બોલિવૂડમાં એક ફિલ્મ પણ બનાવવામાં આવી રહી છે, જેને '83' નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અભિનેતા રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. તે જ સમયે, રણવીર સિંહની વાસ્તવિક પત્ની દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમી દેવીની ભૂમિકામાં છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર