ગુજરાત સરકારે ફિલ્ટરવાળા માસ્ક વિશે જનતાને આપી આ સલાહ

બુધવાર, 7 ઑક્ટોબર 2020 (09:14 IST)
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહે છે. કોરોના મહામારી વચ્ચે કોરોનાની દવા હજુ સુધી મળી શકી નથી. એવા સમયે કોરોનાથી બચવા માટે માસ્ક એકમાત્ર ઉપાય છે. કોરોના વિરૂદ્ધ લડાઇમાં માસ્ક પહેરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજ્યમાં સરકાર દ્વારા પણ ઘરથી બહાર નિકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 
 
માસ્ક પહેર્યા વિના ફરનાર લોકો પાસેથી પોલીસ, કોર્પોરેશન દ્વારા દંડ ફટકારવામાં આવે છે. તો બીજી તરફ કોરોના મહામારી વચ્ચે બજારમાં વિવિધ પ્રકારના માસ્ક વેચવામાં આવી રહ્યા છે. ફિલ્ટર અને વાલ્વવાળા માસ્ક બજારમાં ઉપલબ્ધ છે. રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વાલ્વ અને ફિલ્ટર સાથે માસ્કનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના રાજ્યના દરેક વિભાગે આ મામલે લોકો વચ્ચે જાગૃતતા પેદા કરવાના નિર્દેશ આપ્યા છે. 
 
રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તમામ જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓને પત્ર લખીને લોકોને જાગૃત કરવા માટે કહ્યું છે. તેમણે પત્રમાં લખ્યું છે કે કોરોના સંક્રમણથી બચવા માટે હાલમાં કોઇ દવા ઉપલબ્ધ નથી. એવામાં માસ્ક જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ છે. તાજેતરમાં જ જનતા દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા વિવિધ પ્રકારના માસ્કમાં ફિલ્ટર અને વાલ્વવાળા માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
કે કોરોના વાયરસ વિરૂદ્ધ પર્યાપ્ત સુરક્ષા પુરૂ પાડતા નથી. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ આ પ્રકારના માસ્કનો ઉપયોગ ન કરવા માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. એટલા માટે સુનિશ્વત કરો કે તમે તમારા વિસ્તારાના તમામ લોકો વાલ્વ અથવા ફિલ્ટર માસ્કનો ઉપયોગ નહી કરે.
 
આ સંદર્ભમાં વિશેષજ્ઞોનું કહેવું છે કે જ્યારે કોઇ વન-વે વાલ્વ વ્યક્તિ શ્વાસ લે છે ત્યારે બંધ થઇ જાય છે અને જ્યારે વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે. ત્યારે ખુલી જાય છે. જેના કારણે વાલ્વવાળા માસ્ક પહેરનાર વ્યક્તિ શ્વાસ લે છે તો તે જે હવાને ગ્રહણ કરે છે, તેને ફિલ્ટર કરવામાં આવે છે. પરંતુ જ્યારે તે બહાર નિકાળે છે, તો હવા દબાણ સાથે નાના કાણામાંથી બહાર આવે છે અને હવાને ફિલ્ટર કરવામાં આવતી નથી. તેનો અર્થ એ છે કે જો માસ્ક પહેરનાર વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે તો તે કોરોના વાયરસને હવામાં ફેલાવી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર