રાજ્યમાં આજથી વેક્સીનેશનનું મહાઅભિયાન શરૂ, પ્રથમ તબક્કામાં 11 લાખ લોકોને અપાશે રસી

શનિવાર, 16 જાન્યુઆરી 2021 (11:13 IST)
ગુજરાત સહિત દેશભરમાં આજથી વેક્સીનેશનનું અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. સરાકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગુજરાતના તમામ સેન્ટરો પર વેક્સીનેશનની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. શનિવારે સવારે પ્રધાનમંત્રી મોદીએ નરેન્દ્ર મોદી સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવશે. ગુજરાતમાં 6 રિજનલ ડેપો તૈયાર છે. રાજ્યમાં 161 કેન્દ્રો પર સ્વાસ્થ્ય કર્મચારીઓને વેક્સીન આપવામાં આવશે અને દરેક સેન્ટર પર 100 લોકોને રસી લગાવવામાં આવશે. 
 
રાજ્યમાં તબક્કાવાર કુલ 11 લાખ હેલ્થવર્કર્સને રસી લગાવવામાં આવશે, તેના માટે 16000 સ્વાસ્થ્યકર્મીઓને તાલીમ આપવામાં આવી છે. આજે 10 વાગ્યાથી વેક્સીનેશનનું મહાઅભિયાન શરૂ થઇ જશે. જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફ્રરન્સ દ્વારા કરાવશે. આ અવસર પર વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રી પણ જોડાશે. રસીકરણના પહેલાં દિવસે દેશભરમાં 3 લાખ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવશે. ગુજરાતમાં રસીકરણની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રસીકરણ માટે અમદાવાદમાં 23 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેમાં શહેરી ક્ષેત્રમાં 20 અને ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્ર સામેલ છે. જ્યારે રાજકોટમાં 6 કેન્દ્ર, સુરતમા6 22 કેન્દ્ર, વડોદરા 10 કેન્દ્ર, ગાંધીનગર 9, ભાવનગરમાં 6 કેન્દ્ર, જામનગરમાં 5 કેન્દ્ર તૈયાર કરવામાં આવશે. 
 
અમદાવાદ શહેરમાં 68060 અને અમદાવાદ જિલ્લામાં 10360 વેક્સીનેશનના ડોઝ ફાળવવામાં આવ્યા છે. તો બીજી તરફ શહેરમાં 42640 અને જિલ્લામાં 12450, વડોદરા શહેરમાં 20650 અને જિલ્લામાં 13200, રાજકોટ શહેરમાં 18170 અને જિલ્લામાં 10000, ગાંધીનગર શહેરમાં 4720અને જિલ્લ્લામાં 1620, ભાવનગર શહેરમં 9910 અને જિલ્લામાં 9450, જામનગર શહેરમાં 9700 અને જિલ્લામાં 6010 જૂનાગઢ શહેરમાં 4320 અને જિલ્લામાં 6800 ડોઝ ફાળવવાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર