કોરોના રેકોર્ડ: રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1540 નવા કેસ અને 14નાં મોત

ગુરુવાર, 26 નવેમ્બર 2020 (09:24 IST)
રાજ્યમાં કોરોના બેકાબૂ બનતો જાય છે. દિવાળી દિવસે દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં રાફડો ફાટ્યો છે. તંત્ર દ્વારા સાવચેતી ભાગરૂપે અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે. નવા કોવિડ સેન્ટરો અને તપાસ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે કોરોના સંક્રમણના સૌથી વધુ 1540 કેસ સામે આવ્ય હતા અને 14 લોકોના મોત થયા હતા. જોકે રાજ્યમાં આજે 1283 લોકો સાજા પણ થયા છે તેમને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નોંધાયેલા 14 મોતમાંથી અમદાવાદમાં સૌથી વધુ 10 લોકોના મોત થયા છે. સુરતમાં 2, બોટાદ અને વડોદરા 1-1 લોકોના મોત થયા છે. 
 
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી કુલ 74,80,789 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 2,01,949 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. 3,906 લોકોના અત્યાર સુધી કોરોનાના કારણે મોત થયા છે .રાજ્યનો રિકવરી રેટ પણ ઘણો સારો છે. રાજ્યનો રિકવરી રેટ 90.99 ટકા છે. 
 
રાહતની વાત એ છે કે રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,83,756  લોકો સાજા થયા છે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 14,287 એક્ટિવ કેસ છે જેમાંથી 96 લોકોની હાલત નાજુક છે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર