ગુજરાતમાં કોરોના આગામી સમયમાં એના પીક ઉપર પહોંચશે

સોમવાર, 20 એપ્રિલ 2020 (14:19 IST)
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિએ કહ્યું કે, રાજ્યમાં હાલ સ્થિતિ કાબૂમાં છે, પરંતુ કોરોનાનો પીક હજુ આવ્યો નથી. એ સ્થિતિમાં વધારે લોકો સંક્રમિત થઇ શકે છે. હાલ જે કેસ છે એમાં 80 ટકાને ચિહ્નો નથી, પાંચ ટકા ગંભીર ચિહ્નવાળા છે બાકીનાને થોડોક તાવ, શરદી, ખાંસી જેવા ચિહ્નો હોય છે. પરંતુ આ ચેપ ડાયાબિટીક, હૃદય રોગ, કિડની, શ્વાસ અને અન્ય કોઇ બીમારીવાળા દર્દીઓ માટે મોટાભાગે ઘાતક પુરવાર થતો હોય છે. આપણા મૃત્યુના કિસ્સામાં આ જ કારણ મોટાભાગે જોવા મળ્યું છે. તેમણે કબૂલ્યું કે, ક્લસ્ટર્સમાં સંક્રમણ એડવાન્સ સ્ટેજમાં છે પણ આ વાયરસ આગામી સમયમાં એના પીક ઉપર પહોંચશે ત્યારે સ્થિતિ કેવી હોઇ શકે છે એના માટે આપણે અત્યારથી તૈયારી રાખવી પડે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર