દેશભરમાં આવતીકાલથી શરૂ થશે કોરોના વેક્સીનેશન- જાણો કોણે લાગશે વેક્સીન અને કોણે નથી

શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (09:23 IST)
18 વર્ષથી ઉપરના લોકોને લગાવાશે વેક્સીન
ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નહી લગાવાય વેક્સીન
જે વેક્સિનનો પહેલો ડોઝ અપાશે તેનો જ બીજો ડોઝ અપાશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીકરણ સંદર્ભે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જે મૂજબ સગીરને વેક્સીન નહી મળે તેમજ જે વ્યક્તિને લોહી વહેતું નથી અટકતું તેમને પણ વેક્સીન નહી મળે. ગર્ભવતી મહિલાઓ, કોરોના પોઝિટિવ દર્દીઓ અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ વેક્સીન નહી મળે. વેક્સીન લેનારને એક જ કંપનીના બે ડોઝ આપવામાં આવશે.
 
શું કરવું અને શું નહીં વગેરે દસ્તાવેજના દરેક પ્રોગ્રામ મેનેજર, કોલ્ડ ચેન હેન્ડલર અને વેક્સીનેટરની સાથે પ્રસારિત કરાયા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ડૂઝ અને ડોન્ટ્સના અનુસાર વેક્સીનેશનની પરમિશન ફક્ત 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓને માટે છે. જે મહિલાઓ ગર્ભવતી છે અને જે પોતાની ગર્ભાવસ્થાને લઈને સુનિશ્ચિત નથી તેમજ સ્તનપાન કરાવી રહી છે તેમને વેક્સિન અપાશે નહીં

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર