સનિ લિયોનીના પોસ્ટરો ઉતરાવ્યાં બાદ ગુજરાતમાં કોન્ડોમની ડિમાન્ડ 35% વધી ગઈ

શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (14:59 IST)
નવરાત્રિ ટાણે કૉન્ડમનું વેચાણ વધી જતું હોય તેનો લાભ લેવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીએ પૂર્વ પોર્ન સ્ટારની તસવીર સાથેની કૉન્ડમ એડના શહેરમાં હોર્ડિંગ્સ લગાવ્યા હતા, પણ ટ્રેડર્સનો વિરોધ અને હિન્દુ લાગણી દુભાવવાનો મામલો સામે આવતાની સાથે એડને ઉતારી લેવામાં આવી. ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા સની લિયોનીની તસવીર અને “આ નવરાત્રિએ રમો, પરંતુ પ્રેમથી” આવા શબ્દો સાથે કરાયેલી જાહેરાતની સામે વિરોધ નોંધાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. ભલે જાહેરાત ઉતારી લેવામાં આવી હોય પણ હકીકત એવી છે કે નવરાત્રિ દરમિયાન કૉન્ડમ અને ગર્ભનિરોધક પ્રોડક્ટનું વિચાણ વધી જાય છે.

ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ (GSFCDA) દ્વારા જણાવાયું છે કે, આ તહેવાર દરમિયાનન આ પ્રોડક્ટનું વેચાણ વધી જશે અને આ વખતે તેમાં 35%નો ઉછાળો આવી શકે છે. GSFCDAના ચેરમેન જશવંત પટેલ જણાવે છે કે, “શહેરમાં આવેલા પાન પાર્લરો જે મોડી રાત સુધી નવરાત્રિ દરમિયાન ખુલ્લા રહે છે તેમણે પણ કૉન્ડમના ઊંચા વેચાણને ધ્યાનમાં રાખીને સ્ટોક વધારી દીધો છે.” આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, આ મહિનામાં કૉન્ડમ અને ગર્ભનિરોધક પ્રોડક્ટની ઈન્ડસ્ટ્રી ટર્ન ઓવર 2 કરોડ સુધી પહોંચી જાય છે, જેમાં નવરાત્રિ દરમિયાન 30થી 35%નો ઉછાળો જોવા મળે છે. આ સિઝનમાં સૌથી વધુ લાભ કૉન્ડમ બનાવતી કંપનીઓને થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર