મુસેવાલાની પ્રેગ્નેટ માતા હોસ્પિટલમાં દાખલ , 58 વર્ષની વયે આપી શકે છે જોડિયા બાળકોને જન્મ

સોમવાર, 11 માર્ચ 2024 (17:29 IST)
હાઇલાઇટ્સ
- સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરને ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
- ચરણ કૌર 58 વર્ષની ઉંમરે IVF ટેકનિકની મદદથી ગર્ભવતી બની હતી
-  રિપોર્ટમાં દાવો- ચરણ કૌર જોડિયા બાળકોની માતા બની શકે છે, કોઈપણ સમયે ડિલિવરી થઈ શકે છે
 
દિવંગત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના ઘરમાં કોઈપણ સમય બાળકની કિલકારી ગુંજી શકે છે. તેમની 58 વર્ષીય માતા ચરણ કૌરને ચંડીગઢના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  એક રિપોર્ટ મુજબ ચરણ કૌર જોડિયા બાળકોને જન્મ આપી શકે છે.  ગયા મહિને આ સમાચાર આવ્યા હતા કે ઘરના એકમાત્ર કુલ દિપક સિદ્ધૂ મૂસેવાલાની હતય બાદ તેમના માતા-પિતા એકલા પડી ગયા છે. આવામાં તેમણે IVF તકનીક દ્વારા ફરીથી પેરેંટ્સ બનવાનો નિર્ણય કર્યો છે. 
 
ચરણ કૌરની પ્રેગનેંસીની પુષ્ટિ સિદ્ધુ મૂસેવાલાના કાકા એટલે કે મોટા પિતા ચમકૌર સિંહે કરી હતી. તેમણે કહ્યું હતું કે પરિવારે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) દ્વારા પરિવારના વારસદારની  આશા પૂરી કરવાનો નિર્ણય લીધો છે.
 
બે વર્ષ પહેલા થઈ હતી સિદ્ધૂ મૂસેવાલાની હત્યા 
બે વર્ષ પહેલા 29 મે 2022ના રોજ સિંગર શુભદીપ સિંહ સિદ્ધૂ ઉર્ફ સિદૂ મૂસેવાલાની માનસાના જવાહર ગામમાં ખુલેઆમ હત્યા કરવામાં આવી હતી. તેઓ જીપમાં સવાર હતા, જ્યારે તેમના પર નિર્દયતાથી અગણિત ગોળીબારી થઈ. સિંગરના હત્યાની જવાબદારી લોરેંસ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ ઘટનાથી તેમના 60 વર્ષીય પિતા બલકૌર સિહ સિદ્ધૂ અને માતા ચરણ કૌર આધાતમાં હતા. 
 
ગામની સરપંચ રહી ચુકી છે ચરણકૌર 
 
સિદ્ધૂ મૂસેવાલાની માતા ચરણ કૌર ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ ઘરમાંથી બહાર નીકળી રહ્યા નહોતા. તેઓ પોતાના સ્વાસ્થ્યનો પુરો ખ્યાલ રાખી રહ્યા છે. મળતી માહિતી મુજબ ચરણ કૌર પોતે પણ સાર્વજનિક જીવનનો ભાગ રહી છે. તે મૂસાલ ગામની સરપંચ રહી ચુક્યા છે. જ્યારે કે તેમનો પરિવાર કોંગ્રેસ પાર્ટીનો સમર્થક રહ્યો છે. 
 
પોતાની પાછળ અરબોની મિલકત છોડીને ગયા છે સિદ્દૂ મૂસેવાલા, માતાની પ્રેગનેંસી પછી ઘરને મળશે અરબપતિ વારસદાર 
 
સિદ્ધૂ મૂસેવાલાની નેટ વર્થ 
સિદ્ધૂ મૂસેવાલા પોતાની પાછળ અરબોની સંપત્તિ છોડી ગયા છે. હત્યા પછી તેમની નેટ વર્થની રિપોર્ટ સામે આવી. તેના મુજબ સિંગરની પાસે 14મિલિયન ડોલર એટલે કે લગભગ 114 કરોડ રૂપિયાની સંપત્તિ છે.  તે એક લાઈવ કૉન્સર્ટ માટે 50 લાખ રૂપિયા સુધી ચાર્જ કરતો હતો. ગામમાં જ્યા મૂસેવાલાની શાનદાર હવેલી છે બીજી બાજુ લકઝરી ગાડીઓનો લાંબો કાફલો પણ છે.  સિંગર પાસે સફેદ રંગની રૈજ રોવર, ઈસુજુ ડી મૈક્સ, મર્સિડેઝ એએમજી 63, મસ્ટૈગ, ફોર્ચ્યૂનર, જીપ અને ટોયોટા જેવી અનેક શાનદાર ગાડીઓ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર