HBD Madhuri Dixit - લગ્ન પછી અમેરિકા જઈને જ્યારે માઘુરી દીક્ષિતને ખુદ કરવા પડ્યા બધા કામ, કરિયાણુ ખરીદવા ગઈ તો થયા આ હાલ

શનિવાર, 15 મે 2021 (16:39 IST)
માઘુરી દીક્ષિત 15 મેના રોજ પોતાન જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. 90ના દસકામાં માધુરી દિક્ષિતે બોલીવુડ પર રાજ કર્યુ અને અનેક હિટ ફિલ્મો કરી. પોતાના કેરિયરમાં તેણે તેજાબ, રામ લખન, ખલનાયક, બેટા, હમ આપકે હૈ કોન., સહિત અન્ય ફિલ્મોમાં કામ કર્યુ 

 
લાખો દિલો પર રાજ કરનારી માધુરીએ 17 ઓક્ટોબર 1999 ના રોજ યુએસએના કેલિફોર્નિયામાં રહેનારા શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કરી લીધા. લગ્નની વિધિ અમેરિકામાં જ રહેતા માધુરી દીક્ષિતના મોટા ભાઇના ઘરે ભજવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ત્યાં સુધી શ્રીરામ નેનેએ  તેમની કોઈ પણ ફિલ્મ જોઇ નહોતી, આટલું જ નહીં, તેમને એ પણ ખબર નહોતી કે માધુરી આટલી મોટી સેલિબ્રિટી છે
 
, ઘરના બધા કામ કરવા પડતા હતા 
 
માધુરી કહે છે કે ભારતમાં તમે તમારા ઘરના નોકરો અને કમા કરનારાઓ પર નિર્ભર રહો છો.  તમે તેમના પર બધુ જ છોડી દો છો. પણ અમેરિકામા તમને રસોઈ બનાવવી, સાફ સફાઈ કરવી, કરિયાણુ ખરીદવુ  બધુ  જાતે જ કરવાનુ હોય છે. મને યાદ છે જ્યારે હુ પહેલીવાર કરિયાણુ ખરીદવા ગઈ હતી, મારુ દિલ ઝડપ થી ઘડકી  રહ્યુ હતુ, પણ ત્યારે મને ખૂબ ગમ્યુ હતુ. આ આપણને આઝાદીનો અનુભવ કરાવે છે. 
 
ફિલ્મ જોઈને બાળકોનુ શુ હતુ રિએક્શન  ? 
માધુરીએ કહ્યું કે જ્યારે તેના બાળકોએ તેની ફિલ્મ 'કોયલા' જોઈ ત્યારે તેની પ્રતિક્રિયા શું છે. તે કહે છે કે 'મને યાદ છે કે હું ઘરની બહાર નીકળી રહી હતી ત્યારે મારા બાળકો ફિલ્મ કોયલા જોઈ રહ્યા હતા. જ્યારે હુ પરત ફરી તો એક નોટ કમ્પ્યુટર પર લખી હતી . કે મમ્મી તે કોયલામાં આટલી ફને એક્ટિંગ કેમ કરી રહી હતી 
 
બાળકો અભિનયની નકલ કરતા રહ્યા 
 
એક અન્ય ઉદાહરણ આપતા માધુરી કહે છે કે તેમણે ગુલાબ ગેંગ જોઈ હતી ફિલ્મમાં એક સીન હતો જ્યા હુ હાથ ઉઠાવુ છુ અને ડાયલોગ બોલુ છુ.  ત્યારબાદ મારા બાળકો લાંબા સમય સુધી મારી નકર કરતા રહ્યા હતા. ટૂંકમાં કહુ તો મારા ઘરમાં મારી સાથે આ પ્રકારનો વ્યવ્હાર થાય છે 
 
પરિવાર સાથે મુંબઈ પરત ફરી 
તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2011 માં માધુરી દીક્ષિત પરિવાર સાથે મુંબઇ આવી હતી. 2018 માં, તેણે તેના પતિ સાથે એક પ્રોડક્શન કંપની શરૂ કરી. હાલ માધુરી ફિલ્મો  સાથે સાથે ડાન્સ રિયાલિટી શોમાં પણ વ્યસ્ત છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર