જાણીતા સિનેમૈટોગ્રાફર ગંગૂ રામસેનુ નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

સોમવાર, 8 એપ્રિલ 2024 (11:18 IST)
Gangu Ramsay
લોકપ્રિય રામસે બ્રધર્સના જાણીતા સિનેમૈટ્રોગ્રાફર ગંગૂ રામસેનુ લાંબી બીમારી બાદ નિધન થઈ ગયુ છે. તેમના પરિવારે મીડિયા પર એક ઓફિશિયલ સ્ટેટમેંટ રજુ કર્યુ હતુ. જેમા લખ્યુ હતુ અમને બતાવતા ખૂબ દુખ થાય છે કે રામસે બ્રધર્સમાંથી એક ફેમસ સિનેમૈટોગ્રાફર, ફિલ્મ નિર્માતા અને એફયૂ રામસેના બીજા સૌથી મોટા પુત્રનુ નિધન થઈ ગયુ છે.  તેઓ આ દુનિયામાંથી આપણને છોડીને જતા રહ્યા. છેલ્લા એક મહિનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમ્યા બાદ 83 વર્ષની વયે ગંગૂ રામસેએ દુનિયાને અલવિદા કહી દીધુ. 
 
ગંગૂ રામસેનુ થયુ નિધન 
સિનેમેટોગ્રાફર ગંગુ રામસે છેલ્લા એક મહિનાથી બીમાર હતા. તેઓ એક મહિનાથી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગંગુ રામસેનુ ફેમસ કરિયર દાયકાઓ સુધી ફેલાયેલુ હતુ, જેણે ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર અમીટ છાપ છોડી હતી. તેમણે રામસે બ્રધર્સના બેનર હેઠળ 50 થી વધુ હિટ ફિલ્મોમાં યોગદાન આપ્યું છે, જેમાં 'વીરાના', 'પુરાના મંદિર', 'બંધ દરવાજા', 'દો ગજ જમીન કે નીચે', 'સામરી', 'તહખાના', 'પુરાની હવેલી' અને  ઋષિ કપૂર સાથે 'ખોજ' જેવી ક્લાસિક ફિલ્મોનો સમાવેશ થાય છે 
 
જાણીતા સિનેમૈટ્રોગ્રાફર હતા ગંગૂ રામસે 
ગંગુ રામસે જાણીતા રામસે બ્રધર્સની ટીમનો એક ભાગ હતા. 7 ભાઈઓ કુમાર રામસે, કેશુ રામસે, તુલસી રામસે, કિરણ રામસે, શ્યામ રામસે, ગંગુ રામસે અને અર્જુન રામસેમાં ગંગુ બીજા મોટા ભાઈ હતા. ઉલ્લેખનીય છે કે  સિનેમેટોગ્રાફર ગંગુ રામસે અને ફિલ્મ નિર્માતા એફ.યુ. તે રામસેના પુત્ર હતા. આ ટીમની પહેલી ફિલ્મ 'દો ગજ જમીન કે નીચે' હતી જે વર્ષ 1972માં રિલીઝ થઈ હતી. ફિલ્મો ઉપરાંત રામસે બ્રધર્સ હોરર શો કરીને પણ ચર્ચામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર