...જ્યારે અટલ બિહારીએ લીધી ચુટકી, કહ્યુ - હવે તો ઈંદિરા મને ખૂબ પ્રેમથી જુએ છે..

શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (12:20 IST)
ભારતના પ્રધાનમંત્રી અટલ બ ઇહારી વાજપેયીનુ ગુરૂવારે નિધન થઈ ગયુ. તેઓ 93 વર્ષના હતા અને  અનેક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના દસકાનુ સાર્વજનિક જીવન એક ખુલુ પુસ્તક જેવુ રહ્યુ. એટલુ જ નહી લોકો તેમને અટલ કહે છે. ભારતરત્ન આ અજાતશત્રુના અનેક યાદગાર વાત છે જે વારેઘડીએ તેમન વિરાટ વ્યક્તિત્વની છવિ વ્યક્ત કરે છે. આવો જાણીએ આવા જ રોચક કિસ્સા.. 
 
અટલજીના વક્તત્વ કલાથી અભિભૂત હતા નેહરુ 
 
અટલજીના હિન્દીમાં આપવામાં આવેલ ધારાપ્રવાહ ભાષણોથી પંડિત જવાહરલાલ નેહરુ એટલા અભિભૂત હતા કે તેમના પ્રશ્નોના જવાબ હિન્દીમાં જ આપતા હતા. એકવાર સદનમાં પંડિતજીની જનસંઘ પર આલોચનાત્મક ટિપ્પણી સાંભળતા જ અટલ જીએ પ્રત્યુત્તરમાં કહ્યુ, હુ જાણુ છુ કે પંડિતજી રોજ શીર્ષાસન કરે છે. તેઓ શીર્ષાસન કરે. મને કોઈ સમસ્ય અનથી. પણ મારે પાર્ટીની તસ્વીર ઊંધી ન જુએ. આ સાંભળતા જ પંડિત નેહરુ સદનમાં જોરથી હસવા લાગ્યા. નેહરુના સંબોધન મોટાભાગે અંગ્રેજીમાં થતા હતા. 
 
હવે તો મારી તરફ ખૂબ પ્રેમથી જુએ છે. 
 
1971માં લોકસભાની ચૂંટણી થઈ. જનસંઘ સાંસદોની સંખ્યા 35થી ઘટીને 22 રહી ગઈ. ઉચ્ચતમ ન્યાયાલમાં વરિષ્ઠ અધિવક્તા રહેલા ડો. નારાયણ માઘવ ઘટાટે એ અટલ જીને પુછ્યુ કે ઈન્દિરાજીની શુ પ્રતિક્રિયા છે  ? તેઓ હસીને બોલ્યા, "હવે તો તે મારી તરફ પ્રેમથી જુએ છે."
 
દૂધમાં એકત્ર અને મહરીમાં અલગ નથી ચાલી શકતા 
 
1998ની વાત છે. શિવરાજ સિંહ ચૌહાણ એક દુર્ઘટનામાં ઘાયલ થઈ ગયા હતા. તેઓ ચાલવા-ફરવની હાલતમાં નહોતા.  તેમને અટલ બિહારી વાજપેયીને કહ્ય કે તેઓ આ વખતે ચૂંટણી નથી લડી શકતા. કોઈ બીજાને ઉમેદવાર બનાવી દો. તેના પર અટલજીએ કહ્યુ - દૂધમાં એકત્ર અને મહરીમાં અલગ નથી ચાલી શકતા. અર્થાત જ્યારે સૌ બધુ સારુ હોય ત્યારે સાથે સાથે અને પરેશાનીમાં જુદા છોડી દઈએ એ ઠીક નથી. તેમને ચૌહાણને કહ્યુ કે તમે ઉમેદવારીપત્ર ભરી દો. પાર્ટી કાર્યકર્તા અને નેતા મળીને જોઈ લેશે.  ચૌહાણ ચૂંટણી જીતી ગયા. 
 
ક્યારે કોઈના પર નહોતી કરી વ્યક્તિગત ટિપ્પણી 
 
અટલ બિહારી વાજપેયી રાજનીતિમાં બીજા દળોના નેતાઓને પોતાના દુશ્મન નએહે પણ ફક્ત રાજનીતિક વિરોધી માનતા હતા. તેમણે ક્યારેય કોઈના પર વ્યક્તિગત ટિપ્પણી કરી નહોતી. એકવાર તત્કાલીન કોલસા મંત્રી રવિશંકર પ્રસાદે બિહાર જઈને લાલુ યાદવ વિરુદ્ધ સખત શબ્દોનો ઉપયોગ કર્યો જે વાજપેયીજીને સારો ન લાગ્યો. અટલજીએ રવિશંકર પ્રસાદને ચા પીવા બોલાવ્યા અને સમગ્ર મુલાકાત દરમિયાન કશુ ન કહ્યુ. પરેશાન રવિશંકર જ્યારે જવા લાગ્યા તો વાજપેયીજી બોલ્યા, રવિ બાબુ હવે તમે ભારત ગણરાજ્યનાં મંત્રી છો. . ફક્ત બિહારના નહી.. આ વાતનુ તમારે ધ્યાન રાખવુ જોઈએ. 
 
ઈન્દિરા ગાંધી કપડા પહેરાવશે, ખાવાનુ ખવડાવશે 
 
1975-76ના કટોકટી દરમિયાન અટલ બિહારી વાજપેયી જેલ મોકલવામાં આવ્યા. તેમના નિકટ રહેલા ડો. નારાયણ માઘવ ઘટાટે તેમને મળવા ગયા.  એ સમયે જેલમાં લાલકૃષ્ણ અડવાણી, શ્યામાનંદ મિશ્ર અને મઘુ દંડવતે પણ નજરબંધ હતા. ડો. ઘટાટેની વાજપેયીજી ને જેલના કપડામા જોઈને વિચિત્ર લાગ્યુ.  તેથી તેમના મોઢેથી નીકળ્યુ આ શુ છે ? અટલ જી ના ચેહરા પર ચિર પરિચિત હળવી સ્માઈલ આવી ગઈ. બોલ્યા.. બસ ઈન્દિરા ગાંધી કપડા પહેરાવશે.. ઈન્દિરા ગાંધી જમાડશે... આપણે આપણા ખિસ્સામાંથી ફુટી કોડી પણ ખર્ચ નહી કરીએ. 
 
 
રાજનાથને કહ્યુ, ઘણા મોટા પુજારી  બની રહ્યા છે..  
 
1999માં રાજનાથ સિંહ ભાજપાની ઉત્તર પ્રદેશ એકમના અધ્યક્ષ હતા. લખનૌ મેદાન સવારે ઘરે પૂજા કરી રહ્યા હતા કે અટલ બિહારી વાજપેયી જીનો ફોન આવશે. પત્નીએ જણાવ્યુ પણ રાજનાથ સિંહે હાથના ઈશારાથી ના પાડી દીધી.  થોડી વાર પછી ફોન આવ્યો તો રાજનાથે વાત કરી. વાજપેયીજીએ પુછ્યુ કે શુ કરી રહ્યા છો ? રાજનાથે જણાવ્યુ કે પૂજામાં  બેસ્યા છે.  અટલજી એ તરત જ ચુટકી લીધી..  ઘણા મોટા પુજારી બન્યા છો ? દિલ્હી ક્યારે આવવુ છે  આવીને ફોન કરી લેજો. રાજનાથે દિલ્હી પહોંચીને ફોન કર્યો તો આદેશ મળ્યો કે આવતીકાલે સવારે રાષ્ટૃપતિ ભવન પહોંચી જજો. રાજનાથે પુછ્યુ રાષ્ટ્રાપતિ ભવન કેમ ? તેના પર અટલજીએ કહ્યુ મૂર્ખ છો શુ ? બીજા જ દિવસે રાજનાથ સિંહે કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા. 
 
40 વર્ષના રાજનીતિક જીવનનુ ખુલ્લુ પુસ્તક 
 
અટલ બિહારી વાજપેયીજી પોતાના મંત્રીમંડળ પ્રત્યે વિશ્વાસ પ્રસ્તાવ પર થયેલ ચર્ચા પછી પ્રધાનમંત્રીના રૂપમાં ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યુ કે પાર્ટી તોડીને સત્તા માટે નવી રચના કરીને જો સત્તા હાથમાં આવે છે તો એવી સત્તાને ચિમટા વડે અડવુ પસંદ નહી કરુ. ભગવાન રામે કહ્યુ હતુ કે હુ મૃત્યુથી નથી ડરતો જો ડરુ છુ તો બદનામીથી. 40 વર્ષનુ મારુ રાજનીતિક જીવન એક ખુલ્લુ પુસ્તક છે.  કમર નીચે વાર ન થવો જોઈએ. નીયત પર શક ન થવો જોઈએ. મે આ રમત રમી નથી અને આગળ પણ નહી રમુ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર