Akshay tritiya- અક્ષય તૃતીયા પર અનંત ગણુ ફળ આપશે આ વસ્તુઓનો દાન

સોમવાર, 2 મે 2022 (13:06 IST)
હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના ખૂબ મહત્વ છે. તેને ભગવાન પરશુરામની જયંતીના રૂપમાં પણ ગણાય છે. આ શુભ દિવસ દરેક બાબતમાં અક્ષય ફળ આપતું સ્વંયસિદ્ધ મૂહૂર્ત ગણાય છે. 
 
આ દિવસે સ્નાન, દાન, યજ્ઞ, હવન, પૂજન અને અનુષ્ઠાન વિશેષ જપથી ફળદાયી હોય છે. જેનો અનંત ગણુ ફળ મળે છે અને શુભ કાર્ય માટે પણ અક્ષય તૃતીયાના દિવસે અતિ ઉત્તમ ગણાય છે. 
 
આ વસ્તુઓનો કરો દાન  
સૂર્યની શુભતા માટે ઘઉંનો સત્તૂ, લાલ ચંદન, ગોળ, લાલ કપડા, તામ્રપત્ર અને ફલ ફૂલનો દાન મંદિરમાં આપો. 
ચંદ્રમાની મજબૂતી માટે ચોખા, ઘી, ખાંડ, મોતી, દૂધ, સફેદ મિઠાઈ, શંખ, કપૂરનો દાન કરવું. 
મંગલની શુભતા માટે જવનો સતૂ, ઘઉં, લાલ મસૂર, ઘી, ગોળ, મધ, મૂંગા વગેરેનો દાન કરવું. 
બુધની અનૂકૂળતા માટે લીલા રંગની વસ્તુઓ 
જેમ કે લીલા વસ્ત્ર, મગદાળ, લીલા ફળ અને શાકનો દાન કરવું. 
ગુરૂની પ્રસન્નતા માટે પીળી વસ્તુઓ જેમ કે કેળા, આંબા, પપૈયું દાન કરો. કેળાના  ઝાડમાં હળદર મિકસ કરી જળ ચઢાવીને ઘીનો દીવો પ્રગટાવો. 
શુક્રની શાંતિ માટે ઈત્ર દાન, સુગંધ દાન સુહાગનને કપડા અને શ્રૃંગાર સામગ્રી આપી સમ્માનિત કરવું. તે સિવાય શાકર, સત્તૂ, કાકડી, શક્કરટેટી, દૂધ,દહીંનો દાન કરવું. 
 
શનિ અને રાહુ માટે એક નારિયેળને નાડાછડીમાં લપેટીને સાત બદામની સાથે દક્ષિણમુખી હનુમાન મંદિરમાં ચઢાવી નાખો. કેતુની શાંતિ માટે સાત ધાન, પંખા, ખડાઉ, છતરી અને મીઠાના દાન કરવું. 
 
માત્ર દાનપુણ્ય જ નહી કોઈ પણ પ્રકારના શુભ કાર્ય, સોના-ચાંદીની ખરીદી અને પુણ્યદાયી કર્મ માટે અક્ષય તૃતીયાના દિવસ અબૂઝ મૂહૂર્ત હોય છે. જ્યોતિષીય આધાર પર પણ તેનો વધારે મહત્વ ગણાય છે. 
 
સૂર્ય અને ચંદ્રમા બન્નેને જ પ્રત્યક્ષ દેવોના સ્થાન આપ્યું છે. અક્ષય તૃતીયાના દિવસે બન્ને જ ગ્રહ તેમની ઉચ્ચ રાશિમાં હોય છે. આ જ કારણે આ દિવસે અબૂઝ મૂહૂર્ત હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર