Adhik Maas Katha - મલમાસના પુરૂષોત્તમ માસ બનવાની પૌરાણિક કથા

મંગળવાર, 11 જુલાઈ 2023 (00:42 IST)
અધિક માસ આ વર્ષે હિંદુ મહીના અશ્વિન મહીનામાં જ અધિક માસા એટલે કે મલમાસા કે પુરૂષોત્તમ માસા શરૂ થઈ રહ્યુ છે. જે 18 જુલાઈથી શરૂ થઈને 17 ઓગસ્ટ સુધી રહેશે.  
 
 
 મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છે. દર ત્રણ વર્ષમાં એકવાર આવતા એવા અધિકમાસની પૌરાણિક કથા. આ કથા દ્વારા તમે સમજી શકશો કે અધિક માસ કેમ આવે છે. તો આવો સાંભળીએ કથા..  
 
- અધિક માસ માટે પુરાણોમાં ખૂબ જ સુંદર કથા સાંભળવા મળે છે. આ કથા દૈત્યરાજ હિરણ્યકશ્યપના વધ સાથે સંકળાયેલી છે. પુરાણો અનુસાર દૈત્યરાજ હિરણ્યકશ્યપે એકવાર બ્રહ્માજીને પોતાના કઠોર તપથી પ્રસન્ન કરી લીધા અને તેમની પાસે અમરતાનું વરદાન માંગ્યું. અમરતાનું વરદાન માંગવું પ્રતિબંધિત છે, એટલા માટે બ્રહ્માજીએ તેને કોઇ પણ અન્ય વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે હિરણ્યકશ્યપે વરદાન માંગ્યું કે તેને સંસારનો કોઇ નર, નારી, પશુ, દેવતા અથવા અસુર મારી ન શકે. તે વર્ષના 12 મહિનામાં મૃત્યુ પ્રાપ્ત ન કરી શકે. જ્યારે તે મરે ત્યારે ન દિવસ હોય કે ન રાત. 
 
તે ન કોઇ અસ્ત્રથી મરે, ન કોઇ શસ્ત્રથી. તેને ન ઘરમાં મારી શકાય અને ન તો ઘરની બહાર મારી શકાય. આ વરદાન મળતા જ હિરણ્યકશ્યપ ખુદને અમર માનવા લાગ્યા અને તેમણે ખુદને જ ભગવાન જાહેર કરી દીધા.   વિષ્ણુનો કોઈ ભક્ત ધરતી પર ન રહેવો જોઈએ ત્યારે શ્રીહરિના પ્રતાપે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ જ  વિષ્ણુ  ભક્ત થયો અને તેને મારવાના હિરણ્યકશ્યપના તમામ પ્રયાસો વિષ્ણુજીએ નિષ્ફળ કર્યા એટલુ જ નહી તેમના ભક્તનો  જીવ બચાવવા અને હિરણ્ય કશ્યપનો વિનાશ કરવા માટે સૌથી પહેલા 12 મહીનાને 13 મહીનામાં બદલીને અધિક માસ બનાવ્યો. સમય આવવા પર ભગવાન વિષ્ણુએ અધિક માસમાં નરસિંહ અવતાર એટલે કે અડધા પુરુષ અને અડધા સિંહના સ્વરૂપમાં પ્રકટ થયા, સાંજના સમયે ઘરના ઉબરા પાસે નખની મદદથી હિરણ્યકશ્યપની છાતી ચીરીને  હિરણ્ય્કશ્યપનો વધ કરી નાખ્યો. 
 
-   મિત્રો  દરેક ચંદ્ર મહિનાના દરેક મહિના માટે એક દેવતા નિર્ધારિત છે પરંતુ આ વધારાના માસના અધિપતિ બનવા માટે કોઈ દેવતા તૈયાર ન થયા. તેથી ઋષિ મુનીઓએ ભગવાન વિષ્ણુને આગ્રહ કર્યો કે તે આ મહિનાનો બોજ પોતાના પર લઈ લે અને તેને પણ પવિત્ર બનાવે ત્યારે ભગવાન વિષ્ણુએ આ આગ્રહને સ્વીકાર કરી લીધો અને આ રીતે આ મલસમાસની સાથે પુરૂષોત્તમ માસ પણ બની ગયો. 
 
- . એવી માન્યતા છે કે સ્વામીવિહીન થવાના કારણે અધિકમાસને મલમાસ કહેવાથી તેમની મોટી નિંદા થવા લાગી. આ વાતથી દુખી થઈને મલમાસ શ્રીહરિ  પાસે ગયા અને તેમને પોતાનુ દુખ કહ્યુ. પછી શ્રી હરિ વિષ્ણુ તેમની સાથે ગોલોક પહોંચ્યા. મલમાસની વ્યથા જાણીને ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણે તેમને વરદાન આપ્યું - હવેથી હું તારો સ્વામી છું. આનાથી મારા બધા દૈવી ગુણો તમારામાં સમાઈ જશે. હું પુરુષોત્તમના નામથી પ્રસિદ્ધ છું અને મારું આ નામ તમને આપું છું. આજથી તમને માલમાસને બદલે પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવશે. એટલા માટે દર ત્રીજા વર્ષે તમારા આગમન પર જે વ્યક્તિ ભક્તિભાવથી કેટલાક સારા કાર્યો કરે છે, તેને અનેક ગણું પુણ્ય મળશે.
 
- આ રીતે ભગવાને અનુપયોગી થઈ ગયા અધિકમાસને ધર્મ અને કર્મ માટે ઉપયોગી બનાવ્યો. તેથી આ દુર્લભ પુરુષોત્તમ માસમાં જે લોકો સ્નાન કરે છે, પૂજા કરે છે, અનુષ્ઠાન કરે છે અને દાન કરે છે તેમને અનેક પુણ્ય ફળ મળે છે.
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર