નવરાત્રીમાં શુભ કાર્યોની શરૂઆત કેમ થાય છે જાણો છો ?

મંગળવાર, 1 ઑક્ટોબર 2019 (13:31 IST)
હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ દરમિયાન બધા શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. આ પહેલા પિતૃ પક્ષ હોવાને કારણે બધા કામ અટકી જાય છે અને લોકો નવરાત્રીની જ રાહ જુએ છે. શાસ્ત્રો મુજબ આવુ એ માટે કારણ કે આ દરમિયાન કરવામાં આવેલ દરેક કાર્ય સિદ્ધ થાય છે. એવુ માનવામાં આવે છે કે કાર્યોની શરૂઆત જો આ દરમિયાન કરવામાં આવે તો ખૂબ જ લાભદાયક અને શુભ હોય છે. 
 
એવુ કહેવાય છેકે નવરાત્રીના શુભ મુહુર્તમાં દુર્ગા પૂજા કરવામાં આવે છે. અને દુર્ગા પૂજાની શરૂઆતથી જ શસ્ત્ર પૂજા શરૂ થઈ જાય છે.  આ ઉપરાંત આ દિવસોમા દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. ચારે બાજુ ભક્તિ ભાવ જોવા મળે છે. તેથી દરેક બાજુ માતાની ભક્તિનો સકારાત્મક માહોલ દરેક સ્થાને જોવા મળે છે. નવરાત્રીનો સમય શુદ્ધિનો સમય હોય છે. અને પારંપારિક રૂપથી નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ અને ધાર્મિક સમય છે. 
 
દસ મહાવિદ્યાઓની થાય છે પૂજા 
 
માન્યતાઓ મુજબ નવરાત્રીના પવિત્ર દિવસોમાં શુભ સંકલ્પ સિદ્ધ થાય છે. કારણ કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં પ્રકૃતિના ઘણા અવરોધ ખતમ થઈ જાય છે. આ પહેલા જ શ્રાદ્ધકર્મમાં બધા શુભ કાર્યો પર રોક રહે છે.  તેથી નવરાત્રીમાં બધા શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. માન્યતાઓ મુજબ નવરાત્રીમાં વ્યક્તિ નિયંત્રણ ઊર્ણ વ્યવ્હાર કરે છે અને ઉત્તમ કાર્યમાં પોતાનુ મન લગાવે છે.  આ ઉપરાંત આ દિવસોમાં દસમહાવિદ્યાઓની પૂજા પણ કરવામાં આવે છે. જેને કારણે પણ આ સમય તમારે માટે શુભ કાર્યો માટે સારો સાબિત થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર