તલ ચોથ - ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાયો

સોમવાર, 13 જાન્યુઆરી 2020 (10:20 IST)
ગણેશજીને પ્રસન્ન કરવા ભક્તો અનેક રીતે વ્રત ઉપાસના કરે છે. પરંતુ ગણેશજીને પ્રસન્ન કરવા માટેનો સૌથી સરળ ઉપાય છે ગણેશ ચોથનું વ્રત. દર મહિનામાં એક ચોથ આવે છે. જે લોકો ભક્તિભાવથી દરેક મહિનાની ગણેશ ચોથ કરે છે. તેમના પર કોઈ સંકટ નથી આવતુ. સામાન્ય રીતે આ ચોથને સંકટ ચોથ પણ કહેવામાં આવે છે. જે ચોથ મંગળવારે આવે છે એ ચોથને અંગારિકા ચોથ કહેવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં આવતી ચોથને તલ ચતુર્થી કહેવામાં આવે છે.  આમ તો દર પક્ષમાં ચતુર્થી આવે છે, પરંતુ તલ ચતુર્થીનું એક વિશેષ મહત્વ છે. ચતુર્થી ઉપર શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. આ વખતે તલ ચતુર્થી 5 જાન્યુઆરીના રોજ આવી રહી છે. તલ ચતુર્થીના દિવસે  તલનો ઉપાય કરવાથી ખૂબ જ ઝડપથી શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે. ખરાબ સમય દૂર થઈ જાય છે અને કાર્યોમાં સફળતા મળવા લાગે છે. 
- ગણેશજીની પ્રિય વસ્તુ લાડુ અને મોદક છે. આમ તો આપણે ગણેશજીને વિવિધ પ્રકારના લાડુનો ભોગ લગાવીએ છીએ. પણ તલ ચતુર્થી ઉપર શ્રીગણેશને તલ અને ગોળના લાડુનો ભોગ લગાવો. તેની સાથે જ ગણેશજીના પ્રિય દૂર્વાની 21 ગાઠ પણ અર્પિત કરો. આ દિવસે તમે વ્રત કરો તો રાત્રે ચંદ્રદર્શન પછી જ શ્રીગણેશની પૂજા કરવી જોઈએ અને ત્યારબાદ ભોજન કરવું જોઈએ.
- ગણેશજી સાથે શિવજીની પૂજા પણ કરવી જોઈએ. કોઈપણ યોગ અને શુભ મૂહુર્તમાં કે કોઈપણ તિથિ ઉપર શિવજીની પૂજા બધા કષ્ટોને દૂર કરનારી હોય છે. તલ ચતુર્થી ઉપર ગણેશજીની સાથે સાથે શિવજીને પણ પ્રસન્ન કરો. શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય આ રીતે કરો. . સવારના સમયે જ ઝડપથી ઊઠો અને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ જાય. ત્યારબાદ એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરો. આ લોટામાં થોડા કાળા તલ નાખી દો. કોઈ શિવ મંદિર જાઓ અને ત્યાં શિવલિંગ ઉપર આ જળ અર્પિત કરો. જળ અર્પિત કરતી વખત ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો. તેની સાથે જ શિવલિંગ ઉપર બિલીપત્ર પણ ચઢાવો. જો ઉપાય તલ ચતુર્થીના દિવસથી જ શરૂ કરીને દરરોજ કરશો તો ખૂબ જ ચમત્કારી ફળ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની સાડાસાતી કે ઢૈય્યા ચાલી રહી હોય કે કાળસર્પ દોષ હોય તો તલ ચતુર્થી ઉપર આ ઉપાય કરો.
- તલ ચતુર્થી ઉપર કોઈ પવિત્ર નદીમાં કાળા તલ પ્રવાહિત કરો. તેનાથી કુંડળીના અનેક દોષોની શાંતિ થાય છે. જો તમે તલ નદીમાં પ્રવાહિત નથી કરવા માગતા તો કોઈ મંદિરમાં કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલનું દાન કરો. આ ઉપાય નિયમિત રીતે કરતા રહેવાથ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે, વિશેષ કરીને આ ઉપાય દર શનિવારે જ કરવો જોઈએ.
 
- વર્તમાનમાં ઠંડી પોતાના સંપૂર્ણ પ્રભાવમા હોય છે અને ઠંડીના પ્રકોપથી બચવા માટે ગરમ કપડાની સાથે જ ગરમ તાસીરની વસ્તુઓ ખાવું સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તલ ચતુર્થી ઉપર તલ લાડુનું સેવન જરૂર કરો. તલ અને ગોળની તાસીર ઘણી ગરમ હોય છે. તેને લીધે જ આપણું શરીર ઠંડી સામે લડવાની શક્તિ મેળવે છે. તલ અને ગોળની તાસીર ગરમ હોવાને લીધે તેનું સેવન એ લોકોને ન કરવું જોઈએ, જેમને ડોક્ટરોને ગરમ તાસીરની વસ્તુઓ ખાવાની મનાઈ કરી હોય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર