ઘરના ઉંબરાનુ મહત્વ, જાણો કેવી રીતે કરશો ઉંબરાની પૂજા

સોમવાર, 8 જૂન 2020 (07:24 IST)
પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યેજ કોઈ ઘર ઉંબરા વગરનું હશે. ઉંબરાનાં પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે. ઉંબરો એ વડીલોની ગરજ સારે છે. બહારથી પૈસા કમાવી લાવતા પુરુષને ઉંબરો પુછે છે, આ પૈસા તું લાવ્યો તે પસીનો પાડી લાવ્યો છો ને? હરામની કમાણી તો નથી ને ? ઉંબરો એટલે લક્ષ્મણ રેખા. ટૂંકમાં ઘરમાં કઈ વ્યક્તિ, ક્યા પ્રકારના પૈસા , કઈ વસ્તુઓ અને કેવા વિચારો પ્રવેશે છે તેનો ઉંબરો સાક્ષી બને છે
 
 
 
શાસ્ત્રોમાં ઉંબરાને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યુ છે આ એ સ્થાન છે જે ઘરમાં ખરાબ શક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા રોકે છે. ઉંબરાનુ રોજ પૂજન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. 
 
જાણો ઉંબરાનુ મહત્વ 
ઉંબરા પર બનાવેલ શુભ માંગલિક ચિહ્ન ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉંબરો બનાવવાથી અને ત્યાં ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસર 
 
ઘરમાં પ્રવેશતી નથી. મુખ્ય દ્વાર પાસે ઉંબરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકે છે.
 
કેવી રીતે ઘરના ઉંબરાની પૂજા 
ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. કકું તથા ચોખા વડે સાથિયો બનાવીને ફૂલ ચઢાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર