શુક્રવારે કરો આ ઉપાય, ધનની ક્યારેય નહી રહે કમી

શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (08:54 IST)
ધનની જરૂર દરેક વ્યક્તિને પડે છે. ઈશ્વર એટલુ ન આપે કે તેને સાચવવામાં ઉંઘ ન આવે પણ એટલુ જરૂર દરેકને આપે કે જેની કમીથી ક્યારેય ભૂખ્યા સૂવાનો વારો ન આવે અને જીવનરૂપી ગાડી નિયમિત ચાલતી રહે. આજે અમે તમને બતાવી રહ્યા છે કેટલાક એવા ઉપાયો જેને કરવાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહી આવે. 
 
શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. સવારે વહેલા સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં જ ધ્યાન ધરો. લક્ષ્મીજીની કૃપાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઇ જશે અને તમારા જીવનમાં ક્યારેય પણ ધનની અછત સર્જાશે નહીં. 
 
શુક્રવારે ઉપવાસ કરો
 
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત કરવાથી પણ લાભ થાય છે. જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઇએ. શુક્રવારના દિવસે વ્રત કરવાથી સંતોષી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. 
 
લક્ષ્મીજીના આ મંત્રનો જાપ કરો 
 
ધાર્મિક માન્યતાઓ અનુસાર મંત્ર જાપ કરવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ થાય છે. મા લક્ષ્મીના આ મંત્રના જાપથી તેઓ પ્રસન્ન થાય છે. 
 
મંત્ર :  ॐ श्रीं श्रीये नम:।
 
ઘરમાં શાંતિભર્યુ વાતાવરણ જાળવી રાખો
 
લક્ષ્મીજી તે ઘરમાં પ્રવેશ નથી કરતાં જ્યાં લડાઇ-ઝઘડા અથવા અશાંતિનું વાતાવરણ હોય છે, એટલા માટે લડાઇ-ઝઘડાથી દૂર રહો. મા લક્ષ્મીજી એવા ઘરમાં જ પ્રવેશે છે જ્યાં લોકો એકબીજા સાથે પ્રેમથી રહેતા હોય. 
 
અન્નનો બગાડ ન કરશો
 
ધાર્મિક માન્યતાઓ અનુસાર અન્ન પણ લક્ષ્મી માતાનું એક સ્વરૂપ છે. આપણે વિશેષ ધ્યાન રાખવું જોઇએ કે અન્નનો બગાડ જરા પણ ન થાય. કેટલાક લોકો ગુસ્સા અને આક્રોષમાં આવીને ભોજન ફેંકી દેતા હોય છે. આમ ક્યારેય પણ ન કરવું જોઇએ. આમ કરનાર લોકોથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે. હંમેશા ધ્યાન રાખો કે ક્યારેય પણ અન્નનું અપમાન ન કરવું જોઇએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર