આ દિવસ અને તારીખે ભૂલથી પણ ન લેશો કર્જ, જાણો કેમ ?

શનિવાર, 16 જાન્યુઆરી 2021 (23:03 IST)
જયારે કોઈ વ્યક્તિ ના ઘર મા પૈસા ની તંગી સર્જાય તથા કોઈ આર્થિક નુકસાની નો ભોગ બન્યા હોય તેવી સ્થિતિ મા વ્યક્તિ ને કરજ લેવા ની આવશ્યકતા પડે છે. પરંતુ, શું તમને ખ્યાલ છે કે મોટા ભાગે નાણાં ની લેવડ-દેવડ કરતાં લોકો પણ બુધવારે નાણાં ની આપ-લે કરતાં નથી. આથી, બને ત્યાં સુધી બુધવારે કોઈપણ વ્યક્તિ પાસે થી ઉછીના નાણાં ના લેવા જોઈએ કે ના તો કોઈપણ વ્યક્તિ ને ઉછી ના નાણાં આપવા જોઈએ.
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ ને વ્યવસાય ક્ષેત્ર નો કારક ગ્રહ માનવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ ઉછી ના નાણાં લે છે તો તેની પાછળ પણ આ ગ્રહ નો પ્રભાવ હોય છે. બુધ ને કાર્યક્ષેત્ર નો પણ ગ્રહ માનવામાં આવે છે. તેથી જ બુધવાર ના દિવસે જો કરજ આપવામાં આવે તો તેને ચુકવવામાં અનેક પ્રકાર ની સમસ્યાઓ ઉદભવે છે. જે કોઈપણ વ્યક્તિ એકવાર કરજ ના ચક્રવ્યૂહ મા ફસાય છે તે વ્યક્તિ તુરંત આ ચક્રવ્યૂહ માંથી બહાર આવી શકતો નથી.
 
સોમવાર, બુધવાર અને શુક્રવારે જ લોન લો. આ દિવસોમાં લેવામાં આવતા દેવું ઝડપથી ચુકવાય જાય છે. શનિવાર, રવિવાર, ગુરુવાર અને મંગળવારે લોન ન લો
 
એવી અનેક પ્રાચીન માન્યતાઓ છે કે બુધવાર ના દિવસે લીધેલું કરજ પેઢી દર પેઢી સુધી લંબાયા કરે છે. આ ઉપરાંત બુધવારે કરજ આપનાર વ્યકિત ના નાણાં ડુબવાની શક્યતાઓ વધી જાય છે. બુધવારે કરજ લઈ જો કોઈ નવો વ્યવસાય શરૂ કરવામાં આવે તો તેમાં પણ ભારે નુકસાની નો સામનો કરવો પડે છે. તેથી જ આ દિવસે ઉછીના નાણાં આપવાની લોકો ના પાડે છે.
 
કોઈપણ મહિનાની 8 મી, 17 મી અને 26 મી તારીખે લોન લેશો નહીં, કારણ કે આ તારીખનો મૂલાંક 8 છે અને આઠ અંકનો માલિક શનિ છે. આ તારીખો પર લેવામાં આવેલી લોન પણ ભારે મુશ્કેલીથી ચુકવાય છે.
 
લોન પેપર પર સહી કરતા પહેલા આ મંત્રને જરૂર વાંચો . 'ત્વદિયંમ વસ્તુ ગોવિંદમ્ તુભ્યમેવ સમર્પયેત' આ મંત્રનો જાપ કરવાની અસરને લીધે તમારું દેવું ઝડપથી ચુકવાય જાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર